કચ્છ: જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમારના જણાવ્યા પ્રમાણે ગત તારીખ 5 મેના રોજ આ યુવતી મુંબઈથી ભૂજ આવી હતી. અહીં મેડિકલ ટીમ દ્વારા તેને હોમકવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. મુંબઈથી નિકળતા પહેલા તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મુંબઈથી ભુજ આવેલી ડૉક્ટર યુવતી મળી કોરોનો પોઝિટિવ, તંત્રને સામેથી જાણ કરી - મુંબઈથી ભૂજ આવેલી ડોકટર યુવતી મળી કોરોનો પોઝિટિવ
કચ્છના પાટનગર ભુજમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. મુંબઈની હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર બાદ પોતાના વતન આવેલી 22 વર્ષિય ડૉક્ટર યુવતિએ પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તે જાતે જ હોમ કવોરન્ટાઈન થઇ હતી.
મુંબઈથી ભૂજ આવેલી ડોકટર યુવતી મળી કોરોનો પોઝિટિવ
જેથી સ્થાનિક તંત્રને સામેથી જાણ કરી હતી. હાલ ટીમો તેના ઘરે પહોંચી ગઈ છે અને તેના સંપર્કમાં આવેલા લોકોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી રહી છે.