- આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને જાગૃતિની કામગીરી શરૂ કરાઈ
- ગત વર્ષે કચ્છ જિલ્લામાં મેલેરિયાના 450 કેસો નોંધાયા હતાં
- મચ્છરજન્ય રોગથી બચવા માટેના પગલાંઓ અંગે માહિતી અપાઈ
- કોરોનાકાળમાં મચ્છરજન્ય રોગથી પણ બચવું અનિવાર્ય
ક્ચ્છઃ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ચોમાસા દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અનરાધાર વરસાદથી ગામડાઓમાં અને શહેરોમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જાય છે પરિણામે મચ્છરની ઉત્પતિ થવાથી મેલેરિયા, ડેન્ગ્યુ,ટાઇફોઇડ જેવા રોગોનો લોકો શિકાર બનતા હોય છે. કોરોના મહામારી વચ્ચે મચ્છરજન્ય રોગચાળાથી બચવું પણ જરૂરી છે.
ગત વર્ષે કચ્છ જિલ્લામાં 450 જેટલા મેલેરિયાના કેસો નોંધાયા
ગત વર્ષે કચ્છ જિલ્લામાં મેલેરિયાના 450 જેટલા કેસો નોંધાયા હતાં માટે ચાલુ વર્ષે મેલેરિયાના કેસો ઓછા થાય અને લોકો કાળજી રાખે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને જાગૃતિની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ હટાવાયો, બાઈટને ટ્રમ્પને નિર્ણયને કર્યો રદ