કચ્છ: જિલ્લાક્ષાએ આ સેન્ટરના ફોન નંબર 02832-1077, 02832-252347 છે. ઉપરાંત તાલુકા કક્ષાએ તાલુકા મથકોએ TEOC (તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર) કાર્યરત કરવામાં આવ્યો છે. અંજાર 02836-242588, અબડાસા 02831-222131, ગાંધીધામ 02836-250270 , નખત્રાણા 02835-222124, ભચાઉ- 02837-224026, ભૂજ 02832-230832, મુન્દ્રા 02838-222127, માંડવી 02834-222711, રાપર 02830-220001 અને લખપત 02839-233341 તાલુકાના મુખ્ય મથકે આપત્તિના સંજોગોમાં સંપર્ક કરી શકાશે.
કચ્છમાં રાઉન્ડધી કલોક ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરાયું
સમગ્ર દેશમાં વ્યાપેલા નોવેલ કોરોના વાઇરસની ઇમરજન્સી પરિસ્થિતિના અનુસંધાને કચ્છ જિલ્લામાં UCCC (યુનિફાઇડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર), DEOC (ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર) કલેક્ટર કચેરીની ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ખાતે કાર્યરત છે. જેની સાથે સાથે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરીની ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા મધ્યે જિલ્લા કક્ષાનો DEOC (ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર) શરૂ કરવામાં આવ્યો છે.
કચ્છમાં રાઉન્ડધી કલોક ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરાયું
લોકો આ ફોન નંબર ઉપર સંપર્ક કરી, જરૂરી માહિતી મેળવી શકશે તથા તેમની આજુબાજુ બનતી કોઇ ઘટનાની માહિતી પણ આ નંબર પર આપી શકશે.