કચ્છઃ કોરોના મહામારીના સંકટના સમયમાં કચ્છમાં એવા પરિવારો કે જેમની પાસે રાશનકાર્ડ કે અન્ય કોઈ પુરાવા નથી તેવા પરીવારોને રાશન આપવા માટે અન્ન બ્રહ્મ યોજના અમલમાં મુકાય છે. ત્યારે કચ્છમાં આ યોજના હેઠળ અત્યાર સુધી 747 પરીવારોને' રાશનકીટ આપવામાં આવી છે.
કચ્છમાં અન્ન બ્રહ્મ યોજના હેઠળ 747 પરિવારોને રાશન કીટનું વિતરણ
કોરોના મહામારી સંકટના સમયમાં કચ્છમાં એવા પરીવારો કે જેમની પાસે રાશનકાર્ડ કે અન્ય કોઈ પુરાવા નથી. તેવા પરિવારોને રાશન આપવા માટે અન્ન બ્રહ્મ યોજના અમલમાં મુકાય છે.
કચ્છમાં અન્ન બ્રહ્મ યોજના હેઠળ 747પ પરિવારોને રાશન કીટનું વિતરણ
આ યોજનાનો લાભા એવા પરીવારોને આપવામાં આવ્યો છે કે, જેમની પાસે રાશનકાર્ડ કે અન્ય કોઈ એવા પુરાવા નથી કે જેના થકી તેઓ રાશનનો જથ્થો મેળવવા હક્કદાર બને તો પરપ્રાંતીય પરિવારો કે જેઓ રોજગારી અર્થે અન્ય જિલ્લામાં સ્થાયી થયા હોય. તેમને પણ આ યોજના હેઠળ આવરી લેવાયા છે.
કચ્છમાં આ યોજના હેઠળના લાભાર્થીઓને તારવવા માટેનો સર્વે ચાલી રહ્યો છે, જેથી તેનો કોઈ ચોક્કસ આંક ઉપલબ્ધ નથી પણ મામલતદાર કક્ષાએથી યાદી મળતી જાય તે રીતે કીટ બનાવી વિતરણ કરાઈ રહ્યું છે.