ગુજરાત

gujarat

ભુજમાં આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી ઉકાળાનું વિતરણ, 21 હજાર લોકોએ લીધો લાભ

By

Published : Dec 3, 2020, 2:06 PM IST

કચ્છમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા ભુજમાં આવેલી આયુર્વેદિક હૉસ્પિટલ અને તેની સહયોગી વિવિધ સંસ્થાઓએ ઠેર ઠેર કેમ્પ લગાવી કોરોના સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ શરૂ કર્યુ છે. જેનો અત્યાર સુધી 21 હજાર લોકોએ લાભ લીધો છે.

ભુજમાં આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી ઉકાળાનું વિતરણ, 21 હજાર લોકોએ લીધો લાભ
ભુજમાં આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી ઉકાળાનું વિતરણ, 21 હજાર લોકોએ લીધો લાભ

  • કચ્છમાં કોરોના વાઇરસ કેસ વધતા સંસ્થાઓએ કર્યુ ઉકાળાનું વિતરણ
  • કોરોના સામે ઉપચારમાં આયુર્વેદથી થાય છે ફાયદો
  • ભુજ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ
    ભુજમાં આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી ઉકાળાનું વિતરણ, 21 હજાર લોકોએ લીધો લાભ

કચ્છ: કોરોના સામે હાલ આયુર્વેદ સૌથી મોટો ઉપાય માનવામાં આવી રહ્યો છે. ભયના વાતાવરણ વચ્ચે લોકો શરીરની રોગપ્રતિકારક શક્તિ પ્રત્યે વધુ સજાગ બન્યા છે. લોકોમાં આયુર્વેદિક સારવાર અને તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું ચલણ વધ્યું છે. કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, ભુજ આયુર્વેદિક હૉસ્પિટલ અને વિવિધ સંસ્થાઓ ભુજ અને વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઉકાળાનું વિતરણ કરી રહી છે.

ભુજમાં આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી ઉકાળાનું વિતરણ, 21 હજાર લોકોએ લીધો લાભ
વૈશ્વિક મહામારી સામે રક્ષણ મેળવવા હાલ રોગપ્રતિકારક શક્તિ વધારવી એ જ ઉપાય

ભુજમાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર કમલેશ જોશીએ ઇટીવી ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાની હાલની સ્થિતિ વચ્ચે ઉકાળો કોરોના સામે રક્ષણ માટે વધુ પ્રચલિત બન્યો છે. આયુષ મંત્રાલયના નિર્દેશક સાથે આયુર્વેદ અને હોમિયોપથી દવાઓના વિતરણ દ્વારા ઉકાળો લોકો સુધી પહોંચતો કરવામાં આવી રહ્યો છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

ભુજમાં આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી ઉકાળાનું વિતરણ, 21 હજાર લોકોએ લીધો લાભ

અત્યાર સુધી 21 હજાર લોકોએ લાભ લીધો

ભુજમાં વિવિધ સેવાઓમાં અગ્રેસર એવી માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સહયોગથી અત્યાર સુધી સંસ્થાએ 21 હજાર લોકોને ઉકાળો પીવડાવ્યો છે. સંસ્થાના કાર્યકર્તાઓ દરરોજ સવારે ઉકાળો બનાવી તેમાં ઔષધિઓ મેળવીને શહેરમાં લોકોને ઉકાળો પીવડાવે છે.

ABOUT THE AUTHOR

...view details