ગુજરાત

gujarat

ETV Bharat / state

પશ્ચિમ કચ્છના 3 તાલુકાના લાભાર્થીઓને કૃષિ સહાયના હુકમોનું વિતરણ, સીએમ રુપાણી ઓનલાઈન જોડાયાં - Naliya

નલિયામાં સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત પશ્ચિમ કચ્છના ૩ તાલુકાના ખેડૂતોને વિવિધ કૃષિ સહાય યોજનાના હુકમોનું રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી ઓનલાઈન જોડાયાં હતાં અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.

પશ્ચિમ કચ્છના ૩ તાલુકાના લાભાર્થીઓને કૃષિ સહાયના હુકમોનું વિતરણ, સીએમ રુપાણી ઓનલાઈન જોડાયાં
પશ્ચિમ કચ્છના ૩ તાલુકાના લાભાર્થીઓને કૃષિ સહાયના હુકમોનું વિતરણ, સીએમ રુપાણી ઓનલાઈન જોડાયાં

By

Published : Sep 26, 2020, 4:19 PM IST

નલીયાઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પગભર બનાવવાની અને સહાય આપવાની વિવિધ યોજનાઓ અમલમાં છે. જે અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણના હેઠળ પશ્ચિમ કચ્છના ૩ તાલુકાઓ અબડાસા, લખપત અને નખત્રાણાના ખેડૂતોને ખેતઓજારો અને છત્રી આપવાના હુકમોનો વિતરણ કાર્યક્રમ નલીયાની રાજપૂત સમાજવાડી ખાતે યોજાયો હતો઼. આ પ્રસંગે સંબોધન કરતાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ખેડૂત જૂની પદ્ધતિ ત્યજી આધુનિક ખેતી પદ્ધતિ અપનાવે અને ખેતીમાં સતત સુધારા થકી ખેડૂતોનો વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ રહી છે.

પશ્ચિમ કચ્છના ૩ તાલુકાના લાભાર્થીઓને કૃષિ સહાયના હુકમોનું વિતરણ

ખેડૂતોને જમીન સુધારણા અને જમીનની તાસીર મુજબ ખાતર અને દવાઓના પ્રમાણસર ઉપયોગ સાથે જૈવિક ખેતી તરફ વળવા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી઼. અન્ય ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી જલદીથી લાગુ થાય છે ત્યારે ખેતી ક્ષેત્રે પણ ખેડૂતો આગળ આવે તે સમયની માગ હોવાનું જણાવી ચૂડાસમાએ તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા 3700 કરોડ રુપિયાનુ્ં રાહત પેકેજ જાહેર કરાયું છે જેનો હાલ સર્વે ચાલી રહ્યો છે અને ટૂંકસમયમાં ખેડૂતોને વળતર મળી રહેશે તેવી હૈયાધારણા આપી હતી.

પશ્ચિમ કચ્છના ૩ તાલુકાના લાભાર્થીઓને કૃષિ સહાયના હુકમોનું વિતરણ

ગુજરાતના ક્રુષિ વિકાસની ડોક્યુમેન્ટરી નિદર્શન બાદ મુખ્યપ્રધાન રુપાણીએ નલીયા સહિત રાજ્યના વિવિધમથકે યોજાયેલા કાર્યક્રમને ઓનલાઈન ગાંઘીનગરથી સંબોધન કર્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ અજબાઈ ગોરડીયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી સહિત અધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details