કચ્છ આગામી 15મી ઓગસ્ટે રાષ્ટ્ર તેમનું સ્વતંત્ર પર્વ (Azadi ka Amrit Mohotsav) મનાવવા જઈ રહ્યું છે, ત્યારે હર ઘર તિરંગા (Har Ghar Tricolor) અભિયાન શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે તે માટે તિરંગા અભિયાન શરૂ કરાયું છે. દેશ આખો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના રંગે રંગાઈ રહ્યો છે. જનજનમાં આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણીનો થનગનાટ વ્યાપી ચુક્યો છે, ત્યારે કચ્છ લોકસભા પરિવાર દ્વારા પણ હર ઘર તિરંગા અભિયાન 13મીથી 15 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે.
7500 તિરંગાનું કરાયું વિતરણકચ્છ સાંસદ તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, હર ભારતવાસીમાં દેશ ભક્તિ જગાવવા અને રાષ્ટ્રધ્વજ વિશે નાગરિકોમાં જાગૃતિ આવે, દેશની આન-બાન-શાન અને સ્વાભિમાન જળવાય તેવા હેતુ સભર કાર્યક્રમો કચ્છભરમાં આયોજીત છે. 75માં વર્ષની ઉજવણી સંદર્ભે કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવ નિર્માણ દ્વારા કચ્છની સરહદે 7500 તિરંગા - રાષ્ટ્રધ્વજ BSF કમાન્ડર સંજય કુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં દરેક આઉટ પોસ્ટ ઉપર તિરંગા લહેરાવવા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :શ્રીનગરના દાલ તળાવમાં તિરંગા શિકારા રેલીનું કરાયું આયોજન