જિલ્લા કલેકટરના નિર્દેશને પગલે નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીની રાહબરી અને દેખરેખ હેઠળ મામલતદાર ભચાઉ અને રાપર સહિત પાણી પૂરવઠા બોર્ડ અને નર્મદા પેટા વિભાગ ઉપરાંત સિંચાઇ(રાજય) અને પોલીસ વિભાગના અધિકારીઓની 2 ટીમોનું ગઠન કરાયું છે. ટીમ દ્વારા સુવઇ ડેમ પર જઇ ડેમમાંથી 4 કનેકશન દૂર કર્યાં બાદ ગોસ્વામી ફાર્મ પાસે 5 કનેકશન અને ઉખળેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા નીરના પાણીની ગેરકાયદેસર ચોરીના 2 જોડાણો સાથે કુલ-11 કનેકશનો દૂર હોવાનું પ્રાંત અધિકારી, ભચાઉ દ્વારા જણાવાયું છે.
નર્મદા કેનાલમાંથી પાણીની ગેરકાયેદસર ચોરી કરતા કનેક્શનો દૂર કરાયા
ભુજઃ કચ્છના રાપર અને ભચાઉ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ચોરીના દુષણને ડામવા વિવિધ તંત્રની સંયુકત ટીમો દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 2 દિવસમાં રાપર વિસ્તારમાં પાણી ચોરીના 13 કનેકશનો દૂર કરાયા છે.
નર્મદા કેનાલમાંથી પાણીની ગેરકાયેદસર ચોરી કરતા કનેક્શનો દૂર કરાયા
આ ઉપરાંત અત્યાર સુધીમાં નંદાસર કેનાલ ઉપર 55 જેટલી બકનળી તેમજ ડિઝલ પમ્પ, મશીન દૂર કરી કચ્છ બ્રાંચ કેનાલ ઉપર 133 થી 126 કિ.મી. સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પાણીની ચોરીનો બનાવ ધ્યાને આવતા મશીન જપ્ત કરવા ઉપરાંત જે તે વ્યકિત સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની નિયમાનુસારના કાર્યવાહી ચાલુ રખાશે.