કચ્છ :DRI (Directorate of Revenue Intelligence)એ કરોડો રૂપિયાનું કોકેઇન ડ્રગ્સ મુંદ્રા બંદરેથી પકડી પાડયું છે. DRIએ ચોક્કસ બાતમીના આધારે એક્વાડોરથી આયાત કન્સાઈનમેન્ટમાં છુપાવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે. આ મામલે પકડાયેલ 1.04 કિલો કોકેઈન ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત 10.4 કરોડ રૂપિયાથી વધુ હોવાનો માનવામાં આવી રહ્યું છે. મુન્દ્રા બંદરે એક્વાડોરથી લવાયેલા એક કન્ટેનરમાંથી ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું હતું. જોકે આ મામલે DRI કન્સાઈનમેન્ટ મોકલનાર અંગે તપાસ શરૂ કરી છે.
Cocaine drugs seized : મુન્દ્રા પોર્ટ પરથી વિદેશથી આયાત કરાયેલ 10 કરોડથી વધુનું કોકેઈન ડ્રગ્સ DRIએ ઝડપી પાડ્યું - 10 કરોડથી વધુનું કોકેઈન ડ્રગ્સ DRI એ ઝડપ્યુ
વિદેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કાવતરાનું DRIએ પર્દાફાર્શ કર્યો છે. મુન્દ્રા પોર્ટ પર વિદેશથી આવેલા કન્સાઈનમેન્ટમાં મોંઘી કિંમતનો કોકેઈન મોકલવામાં આવ્યો હોય તેની માહિતીના આધારે DRIએ મુન્દ્રા પોર્ટ પરના તે કન્સાઈનમેન્ટની તપાસ કરતા તેમાંથી એક સિલ પેક પેકેટ મળી આવ્યું હતું. જેને ખોલીને તપાસતા 10 કરોડથી વધુની કિંમતનું કોકેઈન મળી આવ્યું છે. જોકે આ ડ્રગ્સ વિદેશથી કોણે મોકલ્યુ અને કોણ તેને લેવા આવવાનું હતું તે દિશામાં તપાસ ચાલુ છે.
મુન્દ્રા પોર્ટ પરથી કોકેઇન ઝડપાયું : ડિરેકટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપીને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના રેકેટને અટકાવી દીધું છે. DRIને માહિતી મળી હતી કે, એક્વાડોર દેશમાંથી કોકેઈન ભારતમાં લાવવામાં આવ્યો છે અને આ કંસાઇનમેન્ટમાં એન્ટ્રીનું બિલ ફાઇલ કરવામાં આવ્યું નથી. જે કંસાઇનમેન્ટમાં ચોરસ લાકડા હોય જે મુન્દ્રા પોર્ટ ઉપર લાવવામાં આવ્યું હોવાથી DRIએ પોર્ટ ઉપર તપાસ હાથ ધરી હતી. જેમાં 220.63 મેટ્રિકટન વજન ધરાવતું ટિક રફ સ્કવેર લોગ્સ (સાગના લાકડાના ટુકડા) ધરાવતા કન્ટેનરમાં તપાસ કરાઈ હતી.
DRIએ તપાસ હાથ ધરી : જે તપાસમાં DRIને એક પેકેટ મળી આવ્યું હતું. જેને પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવ્યું હોય તેમાં ખોલીને તપાસ કરતા કોકેઈન જેવું પદાર્થ મળી આવતા એફએસએલમાં મોકલી પરીક્ષણ કરાવતા તે કોકેઈન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે DRIએ 10.4 કરોડ રૂપિયાની કિંમતનો 1.04 કિલો કોકેઈન કબ્જે કર્યો છે. આ કોકેઈન કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને કોણ આ ડ્રગ્સને રિસીવ કરવાનો હતો તે તમામ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.