ગુજરાત

gujarat

ETV Bharat / state

માતાના મઢનો 50 કરોડના ખર્ચે તીર્થસ્થાન તરીકે વિકાસ , ટુંકમાં જાહેરાત - evlopment of ashapura madh by expenditure of 50 crors

કચ્છઃ  માતાના મઢનો અંદાજે 40થી 50 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે અને તે માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરતાં હકારાત્મક પ્રતિસાદ સાંપળ્યો છે. માતાના મઢમાં માં આશાપુરાના મંદિરે વર્ષે લાખો ભાવિકોની આવનજાવન રહે છે, ત્યારે આ વિકાસ સમયસરનો ગણાવાઈ રહયો છે.

uyuyuuy

By

Published : Oct 9, 2019, 7:58 PM IST

Updated : Oct 10, 2019, 11:36 AM IST

રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવિણાસિંહ વાઢેર તથા ભાજપ અગ્રણી દિલીપ ત્રિવેદીએ રૂબરૂ મળી રજૂઆત કરતાં તેમણે હકારાત્મક પ્રતિસાદ આપી અંબાજી, દ્વારકા તથા સોમનાથ જેવા તીર્થસ્થાનની જેમ જ માતાના મઢ તથા આસપાસના વિસ્તારનો વિકાસ કરવા તૈયારી દર્શાવી હતી.

આ અંગે સરકાર તો પહેલ કરશે જ પણ સાથોસાથ આ આયોજનમાં માતાના મઢ જાગીર ટ્રસ્ટ પણ સહયોગ આપશે તેવી તૈયારી દર્શાવાઇ હતી.

સરકારના આર્કિટેક ઇન્જિનીયર દ્વારા સમગ્ર પ્લાન ટુંક સમયમાં તૈયાર કરાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, માતાના મઢના વિકાસ માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ રસ દાખવી રહ્યા છે અને અહીં આવતા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓને સુવિધા મળે તેવા પ્રયત્નો માટે કટિબદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર આયોજનની ટુંક સમયમાં જ જાહેરાત કરાશે તેવી માહિતી મળી છે.

Last Updated : Oct 10, 2019, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details