ગુજરાત

gujarat

ETV Bharat / state

વિકસિત ગુજરાતનું વિકાસશીલ કચ્છ, ગાંધીધામ નગરપાલિકાએ વિકાસના અનેક કામ શરૂ કર્યા - નલ સે જલ યોજના

કચ્છના આર્થિક પાટનગર (Gandhidham, The economic capital of Kutch) ગણાતા એવા ગાંધીધામ શહેરમાં નગરપાલિકાએ (Gandhidham Municipality) વિવિધ વિકાસના કામ હાથ ધર્યા છે. GUDCની ગ્રાન્ટમાંથી અત્યારે ગટરના કામ કરવામાં આવી રહ્યા છે. તો 1.25 કરોડ રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના પણ મંજૂર થઈ ગઈ છે, તેનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દિવાળી અનુસંધાને સફાઈ કામદારો જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પણ સફાઈનું કામ વધારી દીધું છે.

વિકસિત ગુજરાતનું વિકાસશીલ કચ્છ, ગાંધીધામ નગરપાલિકાએ વિકાસના અનેક કામ શરૂ કર્યા
વિકસિત ગુજરાતનું વિકાસશીલ કચ્છ, ગાંધીધામ નગરપાલિકાએ વિકાસના અનેક કામ શરૂ કર્યા

By

Published : Nov 6, 2021, 3:13 PM IST

  • ગાંધીધામ નગરપાલિકા GUDCની ગ્રાન્ટમાંથી ગટરના કામ કરી રહી છે
  • 1.25 કરોડ રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના અમલમાં મૂકાશે
  • રોગચાળો દૂર કરવા માટે મલેરિયા શાખા દ્વારા કામ હાથ ધરાયું

કચ્છઃ ગાંધીધામ એ કચ્છનું આર્થિક પાટનગર (Gandhidham, The economic capital of Kutch) ગણાય છે. આ ગાંધીધામમાં નગરપાલિકાએ (Gandhidham Municipality) વિવિધ વિકાસના કામ હાથ ધર્યા છે. ગાંધીધામ નગરપાલિકાનાં પ્રમુખ ઈષિતા ટિલવાણીએ (Ishita Tilwani, President, Gandhidham Municipality) જણાવ્યું હતું કે, ગાંધીધામ નગરપાલિકાએ (Gandhidham Municipality) અનેક વિકાસના કામો કર્યા છે. ત્યારે GUDCના કામો અંતર્ગત ગયા વર્ષે ગાંધીધામમાં જ્યાં જ્યાં ગટરોની લાઈન પડી ગઈ હતી ત્યાં ત્યાં નવી લાઈનો નાખવામાં આવી રહી છે. GUDCની ગ્રાન્ટમાંથી ગટર લાઈનોના કામ હાથ ધરવામાં આવ્યા છે અને આ કામોની વહીવટી આવી ગઈ છે અને ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત વિકાસના કાર્યોના ભાગરૂપે જુદાં જુદાં વિસ્તારોમાં રોડ રસ્તાના કામ ચાલુ થઈ ગયા છે.

આ પણ વાંચો-તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક મેળો 2021 નો શુભારંભ

જુદા જુદા સ્થળે સંપ બનાવાશે

ગાંધીધામ શહેરમાં ઉનાળાના સમયગાળા દરમિયાન પાણીની સમસ્યાઓ સર્જાઈ હતી, પરંતુ હવે 40થી 42 MLD પાણી લોકોને મળી રહે છે અને લોકોમાં પણ હવે સંતોષ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા સંપ તૈયાર કરાશે અને સરકારની 1.25 કરોડ રૂપિયાની નલ સે જલ યોજના પણ આવી છે અને જે વહીવટીમાં છે. તો ટૂંક સમયમાં તેનો પણ લાભ લેવામાં આવશે. આ ઉપરાંત જે વોર્ડમાં પાણી નથી અને સ્લમ વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં આગામી એક વર્ષ સુધીમાં સંપ બનાવવામાં આવશે અને મોટા ટાંકાઓ પણ બનાવવામાં આવશે અને પાણી તમામ નગરજનો સુધી પહોંચાડવામાં આવશે.

1.25 કરોડ રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના અમલમાં મૂકાશે

આ પણ વાંચો-રૂપાણીના રાજીનામાં બાદ રાજકોટનો વિકાસ થશે કે રૂંધાશે?

નગરપાલિકાએ રોગચાળો દૂર કરવા પણ કામ શરૂ કર્યું

આ ઉપરાંત ગાંધીધામ શહેરમાં આ વખતે સાફસફાઈ કરવા વધારાના 30 જેટલા કર્મચારીઓ લગાવવામાં આવ્યા છે અને શહેરમાં સાફસફાઈનું કામ ચોક્સાઈપૂર્વક થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જ્યારે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, વાઈરલ ફિવર જેવા રોગો રોગચાળો વધી રહ્યું છે ત્યારે શહેરના દરેક વિસ્તારોમાં ફોગિંગ થઈ રહ્યું છે. DDT પાઉડર છાંટવામાં આવી રહ્યો છે તથા પાણીના ટાંકા અને સંપ તેમ જ ઘરેઘરે ગાંધીધામ નગરપાલિકાના મેલેરિયા શાખા દ્વારા પાણીમાં નાખવાની મેડિસીન પણ આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details