ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની 6 બેઠક પરના 55 ઉમેદવારો પૈકી 41 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

ચૂંટણી અંતર્ગત કચ્છની છ વિધાનસભા બેઠકો પર ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો અને અપક્ષ મળીને કુલ 55 ઉમેદવારો મેદાને હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થયું તેમાં કચ્છમાં 41 ઉમેદવારોએ ડિપોઝિટ (Deposit forfeiture on kutch Assembly Seats )ગુમાવી છે. કઇ બેઠકમાં કોને કોને અને કંઈ પાર્ટીના ઉમેદવારે ડિપોઝિટની રકમ ગુમાવી (Others Candidates) છે જાણો.

કચ્છની 6 બેઠક પરના 55 ઉમેદવારો પૈકી 41 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી
કચ્છની 6 બેઠક પરના 55 ઉમેદવારો પૈકી 41 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

By

Published : Dec 9, 2022, 2:58 PM IST

કચ્છ કચ્છની 6 બેઠકો માટે કુલ 41 ઉમેદવારોએ ડિપોઝિટ (Others Candidates) ગુમાવી છે. જેમાં કચ્છની 6 બેઠકો પર ભાજપ - કોંગ્રેસના ઉમેદવારો, માંડવી બેઠક પર આમ આદમી પાર્ટીના (AAP ) ઉમેદવાર અને ભુજની બેઠક પર AIMIMના ઉમેદવાર સિવાયના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે. આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો, પ્રજા વિજય પક્ષના 2 ઉમેદવારો, સમાજવાદી પાર્ટીના 2 ઉમેદવારો, AIMIM ના 1 ઉમેદવાર, સયુંકત વિકાસ પાર્ટીના 1 ઉમેદવાર, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના 1 ઉમેદવાર, બસપના 1 ઉમેદવાર, અપક્ષના 25 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ (Deposit forfeiture on kutch Assembly Seats )ગુમાવી છે.

ઉમેદવારી માટે કેટલી હોય છે ડિપોઝિટ અને કંઈ રીતે પરત મળી શકે કોઈ પણ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરે તો તેને 10,000 રૂપિયા ચૂંટણીપંચને ડિપોઝિટ તરીકે આપવા પડે છે. પરંતુ SC-ST વર્ગના ઉમેદવારને અડધી રકમ એટલે કે 5,000 રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે. ચૂંટણીમાં જો ઉમેદવાર કુલ મતદાનના 16.6 ટકા મત મેળવે તો તે ડિપોઝિટ પરત મેળવવાનો હકદાર કહેવાય છે અને તેને તેની ડિપોઝિટ (Deposit )ની રકમ પરત મળે છે.

કોઈ ઉમેદવાર 16.6 ટકા મત ન મેળવે છતાં જીતે તો પરત મળે આ ઉપરાંત જો ચૂંટણીપંચે નક્કી કરેલા સમયમાં ઉમેદવારી પાછી ખેંચવામાં આવે તો પણ તેને ડિપોઝિટની રકમ પરત મળી શકે છે. અથવા તો કોઈ કારણસર ઉમેદવારી રદ થાય તો પણ ઉમેદવારને ડિપોઝિટની રકમ પરત મળી શકે છે. આ સિવાય મતદાન પહેલા ઉમેદવાર મૃત્યુ પામે કે કોઈ ઉમેદવાર 16.6 ટકા મત ન મેળવે છતાં પણ તે મતગણતરીમાં જીતી જાય તો તેને પણ તેની ડિપોઝિટની રકમ પરત મળી શકે છે.

બેઠક મુજબ કઈ પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ જપ્તથઇ તેની વિગતો (Deposit forfeiture on kutch Assembly Seats )જાણીએ. ત્રીજા પક્ષ તરીકે તમામ 181 બેઠક પર ચૂંટણી લડેલા આમ આદમી પાર્ટીના (AAP ) કચ્છની વિધાનસભા બેઠકોમાં ઊભા રહેલા ઉમેદવારોમાં એક માંડવી બેઠક પરના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત નથી થઇ બાકી 5ની જપ્ત થઇ છે. બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી એઆઈએમઆઈએમ, પ્રજા વિજય પક્ષ, ગુજરાત સર્વ સમાજ પાર્ટી સંયુક્ત વિકાસ પાર્ટી સહિતના અપક્ષોની ડિપોઝિટ ડૂલ થઇ છે. બેઠકવાર (Others Candidates) માહિતી જાણીએ

અબડાસા બેઠકપર (Others Candidates) વસંત ખેતાણી આમ આદમી પાર્ટી, જગદીશ જોશી સમાજવાદી પક્ષ, નાગશી મેઘવાળ બહુજન સમાજ પક્ષ, કે.ડી.જાડેજા પ્રજા વિજય પક્ષ, હુકુમતસિંહ જાડેજા અપક્ષ, સુરેશ મંગે અપક્ષ, રજાક ઉઠાર અપક્ષ, મનુભાઈ રબારી અપક્ષ.

માંડવી બેઠકપર કિશોર ઘેડા બહુજન સમાજ પાર્ટી, મહમદ ઇકબાલ માંજલિયા AIMIM,વાછીયા રબારી પ્રજા વિજય પક્ષ, સમેજા અબ્દુલ કરીમામદ અપક્ષ, સંઘાર શિવજી બુધિયા અપક્ષ.

ભુજ બેઠક પર (Others Candidates) રાજેશ પિંડોરીયા આમ આદમી પાર્ટી, સૈયદ જુસબશા મામદશા અપક્ષ,નોડે કાસમ અપક્ષ,મેહુલરાજ રાઠોડ અપક્ષ,ઓસમાણ કુંભાર અપક્ષ,થેબા હુસેન અપક્ષ, ભુપેન્દ્ર જોશી અપક્ષ.

અંજાર બેઠક પર (Others Candidates) અરજણ રબારી આમ આદમી પાર્ટી, સુધાબેન ચાવડા બસપ, ગનીભાઇ ક્કલ અપક્ષ,રોશનઅલી સાંગાણી અપક્ષ,રમેશભાઈ જખરા અપક્ષ.

ગાંધીધામ બેઠક પર (Others Candidates) મોર્યા કે.ડી. બહુજન સમાજ પાર્ટી, અરવિંદ સાંઘેલા ગુજરાત સર્વ સમાજ પાર્ટી, બુધાભાઈ મહેશ્વરી આમ આદમી પાર્ટી, મહેશ્વરી વનિતા સંયુક્ત વિકાસ પાર્ટી, લાલજીભાઈ બળીયા સમાજવાદી પાર્ટી, સમીરભાઈ મહેશ્વરી અપક્ષ, સૌંદરવા જિજ્ઞાસા અપક્ષ.

રાપર બેઠક પર (Others Candidates) અંબા પટેલ આમ આદમી પાર્ટી, મનસુખ મકવાણા અપક્ષ, ગોસ્વામી સંજ્યગીરી અપક્ષ, નવીનચંદ્ર જોસરફાળ અપક્ષ, રમેશભાઈ પટ્ટણી અપક્ષ, રમેશભાઈ દુદાસણ અપક્ષ, રાઠોડ આંબાભાઈ અપક્ષ, વાણિયા તેજાભાઇ અપક્ષ, સૈયદ હાસમસા અપક્ષ. આમ કચ્છમાં 41 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી (Deposit forfeiture on kutch Assembly Seats ) છે.

ABOUT THE AUTHOR

...view details