- GK હોસ્પિટલમાં બ્લેક ફંગસના દાખલ પૈકી 3 દર્દીને અપાઈ દાંતની સારવાર
- GK હોસ્પિટલનો દંત વિભાગ પણ સક્રિય બની સંભવિત કેસ ENTને રિફર કરાય છે
- જરૂર લાગે તો કેસમાં દાંત કાઢી નાંખવામાં આવ્યા છે
- દાંતના દર્દીઓનો નિદાન કરતી વખતેમ્યુકોરમાઇકોસિસની સંભાવિત અસર
કચ્છ : GK હોસ્પિટલમાં દાંતની તપાસ માટે અને દુઃખાવાની ફરિયાદ સાથે આવતા દર્દીઓની સારવાર, નિદાન કરતી વખતે મ્યુકોરમાઇકોસિસની સંભાવિત અસર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન જો દાંત સબંધિત બ્લેક ફંગસના લક્ષણો દેખાય તો દર્દીને સારવાર ઉપરાંત ENT વિભાગનો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે. આ સાથે જરૂરી એક્સ-રે જેવા રિપોર્ટ પણ કરાવવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસ રોગની યથાર્થતા માટે અંતિમ નિર્ણય ENT વિભાગ કરે છે.
જરૂર જણાય તેવા કેસોમાં દાંત કાઢી નાંખવામાં આવ્યા છે
અત્યાર સુધી દાખલ થયેલા ત્રણ મ્યુકોરમાઇકોસિસના કિસ્સામાં પણ દાંતની જરૂરી સારવાર આપવામાં આવી છે. જેમાં જરૂર જણાય તેવા કેસોમાં દાંત કાઢી નાંખવામાં આવ્યા હતા.