ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં પાકિસ્તાનમાં વસતા હિન્દુઓને ભારતની નાગરિકતા આપવા માંગણી કરાઈ

હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા પશ્ચિમ કચ્છ વિભાગના સદસ્યો દ્વારા પાકિસ્તાનમાં વસતા હિન્દુ સમાજના લોકો પર થયેલા અત્યાચારો માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

ભુજમાં પાકિસ્તાનમાં વસતા હિંદુઓને ભારતની નાગરિકતા આપવા માંગણી
ભુજમાં પાકિસ્તાનમાં વસતા હિંદુઓને ભારતની નાગરિકતા આપવા માંગણી

By

Published : Mar 13, 2021, 9:46 AM IST

Updated : Mar 13, 2021, 2:24 PM IST

  • પાકિસ્તાનમાં આઝાદી સમયે હિંદુની સંખ્યા 24 ટકા જેટલી હતી
  • પાકિસ્તાનમાં હિંદુ સમાજના લોકો પર ધાર્મિક અત્યાચારો
  • હિંદુ સમાજની મેજોરિટી હવે માઈનોરિટીમાં પરિણમી

કચ્છ: હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા પશ્ચિમ કચ્છ વિભાગના સદસ્યો દ્વારા પાકિસ્તાનમાં વસતા હિન્દુ સમાજના લોકો પર થયેલા અત્યાચારો માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. 1947માં પાકિસ્તાનમાં હિન્દુ સમાજની સંખ્યા આજે 1 ટકા પણ નથી રહી. પાકિસ્તાનમાં હિન્દુ સમાજના લોકો પર ધાર્મિક અત્યાચારો થઈ રહ્યા છે.

આ પણ વાંચો:પાકિસ્તાનઃ સરકાર વિરુદ્ધ પ્રદર્શન, લોકોના હાથમાં જોવા મળ્યાં PM મોદીના પોસ્ટર

1947માં હિંદુ સમાજની સંખ્યા 24 ટકા હતી

હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા પશ્ચિમ કચ્છ વિભાગના સદસ્યો દ્વારા પાકિસ્તાનમાં વસતા હિન્દુ સમાજના લોકો માટે ભારતના દ્વાર ખોલીને ભારતની નાગરિકતા આપવા માટેની માંગણી કરવામાં આવી હતી. એક સમયે પાકિસ્તાનમાં હિંદુ સમાજની મેજોરિટી હતી. જે હવે માઈનોરિટીમાં પરિણમી છે. પાકિસ્તાનમાં આઝાદી સમયે હિન્દુ સમાજની સંખ્યા 24 ટકા જેટલી હતી. જ્યારે હવે 1 ટકા જેટલી જ રહી છે. પાકિસ્તાનમાં વસતા હિન્દુ સમાજના લોકો અનેક પ્રકારની વેદનાઓ અને ધાર્મિક અત્યાચારો સહન કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં વસતા હિંદુઓને ભારતની નાગરિકતા આપવા માંગણી

બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન, અપહરણ, ધાર્મિક સ્થાનો પર આક્રમણ જેવા અત્યાચારો

છેલ્લા થોડાક મહિનામાં હિન્દુ સમાજના લોકો પર ઘણા બધા અત્યાચારો કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં મંદિર જેવી પવિત્ર જગ્યાને ખંડિત કરીને અપવિત્ર કરવામાં આવી હતી. એક જ પરિવારના 5 લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. 13 વર્ષની બાળાનું ધર્મપરિવર્તન કરાવીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:પાકિસ્તાન ભારત સામે ઘૂંટણિયે, કહ્યું- 'વાતચીતથી ક્યારેય દુર ગયા નથી'

ભારતની નાગરિકતા આપવામાં આવે એવી અપીલ

સવાલ માત્ર હિન્દુ ધર્મનો નથી, પરંતુ માનવતાનો છે. પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ પોતાના પરિવાર સાથે ભારત આવીને પોતાનું બાકી જીવન જીવી શકે તે માટે ભારતના દ્વાર ખોલી નાખવા માટેની માંગણી કરવામાં આવી હતી. જેથી પાકિસ્તાનમાં રહેતા હિંદુ સમાજના લોકો ભારતમાં સન્માનિય જીવન જીવી શકે તેમજ તેમને ભારતની નાગરિકતા આપવામાં આવે એવી અપીલ કરવામાં આવી હતી.

Last Updated : Mar 13, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details