કચ્છ : દેશભરમાં ભારે ચકચાર જગાવનાર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં (Sidhu Moose Wala Murder Case) સંડોવાયેલા ગેંગના બે સાગરીતોને (Lawrence Bishnoi Gang) થોડા દિવસ પૂર્વે કચ્છમાંથી દબોચી લેવાયા હતા. બાદ ફરી દિલ્હી પોલીસે ચૂપચાપ ખાસ ઓપરેશન હાથ ધરી મુન્દ્રાના બારોઈમાંથી આ ગેંગના વધુ ત્રણ (Bishnoi Gang Accused from Kutch) સાગરિતો ઉપાડી લઇ ગયા હોવાનું બહાર આવી રહ્યું છે.
હત્યામાં તપાસ કરી રહેલી ખાસ ટીમ -મુન્દ્રાના બારોઈમાં હજુ અઠવાડિયા પહેલાં ભાડે રહેવા આવેલા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત એવા કશિશ ઉર્ફે કુલદીપ, અશોક ઉર્ફે ઈલિયાસ ઉર્ફે ફૌઝી અને કેશવ કુમાર નામના શખ્સને દબોચી લીધા છે. જેમાંના બે હરિયાણાના તેમજ એક પંજાબનો હોવાનું સામે આવ્યું છે. આ ત્રણ પૈકીના એક શખ્સ અગાઉ દોઢ-બે વર્ષ પૂર્વે મુન્દ્રામાં આવી મજૂરી કામ કરી ચૂક્યો હોવાથી તે તેના અન્ય બે સાગરિતોને પણ અહીં લઈ આવ્યો હતો.
આ પણ વાંચો :લોરેન્સ બિશ્નોઈને પંજાબ લવાયો, કોર્ટે 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
પોલીસે ચૂપચાપ ઓપરેશન પાર પાડી -ઉલ્લેખનીય છે કે, આ ઝડપાયેલા આરોપીઓની સિદ્ધુ મુસેવાલાની (Kutch Lawrence Bishnoi Gang) હત્યામાં સંડોવણી ખુલતાં દિલ્હી પોલીસની સ્પે. સેલ દ્વારા આ ગેંગના નાસતા ફરતા સાગરીતોને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી. જેમાં આરોપીઓ કચ્છના મુન્દ્રામાં હોવાની બાતમીના આધારે દિલ્હી પોલીસના એક PI, બે PSI તેમજ કોન્સ્ટેબલ સાથે એક ખાસ ટીમ મુન્દ્રા આવી હતી અને ઓપરેશન પાર પાડીને ચાલી ગઈ હતી.
આ પણ વાંચો :ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરનાર શૂટરને કઈ રીતે વલસાડ SOG ઝડપી પાડ્યો જૂઓ...
મકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી -આ સમગ્ર ઓપરેશન ચૂપચાપ પાર પાડવાનું હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરાઈ ન હતી. કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર છે. તેથી અંતરિયાળ વિસ્તારમાં હોવાથી દેશના અનેક ખૂંખાર ગુનેગારો છુપાવા માટે આવા વિસ્તાર પર (Delhi Police Operation in Kutch) ખાસ પસંદગી ઉતારતા હોય છે. કચ્છના સ્થાનિકો સતર્ક રહે તે અત્યંત જરૂરી છે. પરપ્રાંતીય કે અન્ય કોઈને પણ મકાન ભાડે આપવા પૂર્વે તેમજ મજૂરી કે અન્ય કામ પર રાખવા પહેલા તેઓની ઓળખના આધારો સાથેની વિગતો નજીકના પોલીસ મથકે આપવાનો અનુરોધ કર્યો હતો.