અંજાર તાલુકાના લોહારિયા, પાંતિયા અને ચંદિયા ગ્રામ પંચાયતનાના નવનિર્મિત ઘરોનું લોકાર્પણ - Minister of State Vasan Ahir
અંજાર તાલુકાના લોહારિયા ખાતે નવનિર્મિત લોહારિયા, પાંતિયા અને ચંદિયા ગ્રામ પંચાયતના ત્રણ ગામોના રૂ પિયા ૯૩.૭૦ લાખના વિકાસકામોનુું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.
![અંજાર તાલુકાના લોહારિયા, પાંતિયા અને ચંદિયા ગ્રામ પંચાયતનાના નવનિર્મિત ઘરોનું લોકાર્પણ અંજાર તાલુકાના ગ્રામ પંચાયતના વિકાસકામોનુ લોકાપર્ણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:49:17:1606306757-gjktc01kutchmakanlokarpansctipphoto7202731-25112020174748-2511f-1606306668-780.jpeg)
કચ્છના ગ્રામ પંચાયતના નવા મકાનોનું લોકાપર્ણ
લોકાપર્ણમાં કોરોના સામે જાગૃતિની અપીલ
રાજયપ્રધાન વાસણ આહીરે કર્યું લોકાપર્ણ
કચ્છ: જિલ્લાના અંજાર તાલુકાના લોહારિયા ખાતે નવનિર્મિત લોહારિયા, પાંતિયા અને ચંદિયા ગ્રામ પંચાયતના ત્રણ ગામોના રૂ પિયા ૯૩.૭૦ લાખના વિકાસકામોનુું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજય પ્રધાન વાસણ આહિરે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીનો વિકાસ અમારો ગુરૂમંત્ર છે. કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણેની જીવનશૈલી અપનાવી લેવી સ્વ અને પરિવારના હિત માટે અતિજરૂરી છે. કચ્છ જિલ્લો કોરોનાથી બચતો રહે તે માટે પ્રજાની સાવચેતી અને સાવધાની મહત્વની છે. નાના માણસો પણ કોવીડ-૧૯ ની ગાઇડલાઇનને અનુસરી નાના કે સરકારી દવાખાનાની સારવારથી પણ સાજા થઇ શકે છે.