- મુસ્લિમ સમાજના રાહબર હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તીનું નિધન
- દફનવિધિમાં કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા
- પરિવારના સભ્યો દ્વારા દફનવિધિમાં ન જોડાવાનો અનુરોધ કરાયો હતો
કચ્છ: મુસ્લિમ સમાજના ઉત્થાન માટે જેમણે જીવન સમર્પિત કરી નાંખ્યુ એવા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તીએ કચ્છનું ઇન્તકાલ થયુ છે. તેમના પરિવારના સભ્યો દ્વારા લોકોને દફનવિધિમાં ન જોડાવા માટે અનુરોધ કરાયો હતો. પરંતુ, લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને મોટી સંખ્યામાં દફનવિધિમાં લોકો જોડાયા હતાં.
હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તીએ કચ્છનું ઇન્તકાલ થયુ પરિવારના સભ્યો દ્વારા દફનવિધિમાં વધું લોકો ન જોડાવા અનુરોધ કરાયો હતો
અહેમદશા બાવા બુખારી મુફ્તીની દફનવીધી અંગે પરિવારના સભ્યો દ્વારા વધુ લોકો એકઠા ન થાય તે માટે અનુરોધ કરાયો હતો. પરંતુ, સમગ્ર કચ્છમાં તેમના અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. પરિણામે લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન કરીને મોટી સંખ્યામાં લોકો દફનવિધીમાં જોડાયા હતા.
આ પણ વાંચો:કોરોના મહામારીમાં વલસાડ જિલ્લામાં 108ની કચ્છથી વલસાડ જેટલી સફર
મુફ્તીએ કચ્છના નામે જેમને નવાજવામાં આવ્યા હતા
હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તીનું મુળ વતન અબડાસાનુ વિંઝાણ ગામ છે. સૈયદ પરિવારમા જન્મેલા મુફ્તીએ કચ્છના માંડવીને કર્મભુમી બનાવી હતી. મુસ્લિમ સમાજના કુરીવાજો અને શિક્ષણ માટે તેઓએ જીવન સમર્પિત કરી નાંખ્યુ હતું. તેઓ, 97 વર્ષની ઉંમરે નાદુરસ્ત તબીયત બાદ રમઝાનના પ્રવિત્ર મહિનામાં તેમનુ નિધન થયુ છે. હજુ 10 દિવસ પહેલાજ તેમનાં પુત્રનું ઇન્તેકાલ થયુ હતુ અને આજે મુફ્તીએ કચ્છના નામે જેમને નવાજવામાં આવે છે એવા હઝરત સૈયદ અલ્હાજ હાજી અહેમદશા બાવાનું નિધન થયુ છે.
મુફ્તી એ કચ્છનું નિધન: અનુયાયીઓ કોરોનાની ગાઇડલાઇન ભૂલી દફનવિધિમાં જોડાયા મુસ્લિમ સમાજે એક રાહબર ગુમાવ્યા
તેમના નિધનથી માત્ર મુસ્લિમ સમાજ જ નહી પરંતુ, કચ્છનો હિન્દુ સમાજ પણ શોક સાથે દુઃખની લાગણી અનુભવી રહ્યો છે. 1963માં તેઓ માંડવી આવ્યા હતા અને ત્યારબાદ ત્યાજ વસવાટ કર્યો હતો. તેમના પરિવારમાં 5 પુત્રો છે. કચ્છનો મુસ્લિમ સમાજ હમેંશા તેમના આદેશોનુ પાલન કરતો હતો. કચ્છમાં કોઇ કુદરતી આપતી હોય કે પછી કચ્છની કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ હોય ત્યારે, તેઓ શાંતિદૂત બનીને કચ્છમાં હમેંશા શાંતિ ફેલાવવાનો આદેશ આપતા હતા. એવા નેક દિલ ઓલિયા સમા વ્યક્તિત્વની વિદાયથી મુસ્લિમ સમાજે એક રાહબર ગુમાવ્યા છે.
આ પણ વાંચો:કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 2,32,602 લોકોએ કોરોનાની રસી લીધી
સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર તેમના નિધનથી શોક
શિક્ષણ ક્ષેત્રે તેમણે ખુબ સારુ કામ કર્યુ છે. ભુજ અને માંડવીમાં અનેક અનાથ બાળકોને અભ્યાસ માટે તેઓનો મહત્વનો સિંહફાળો રહ્યો છે. સામાજીક ધર્મપ્રચાર માટે તેઓએ જીવન ખપાવી નાંખ્યુ છે. ત્યારે, માત્ર કચ્છ જ નહી પરંતુ, સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર તેમના નિધનથી શોક ફેલાયો છે. હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તીનું નિધન થતાં સમગ્ર કચ્છ સહીત દેશ વિદેશમાં વસતા એમના અનુયાયીમાં શોક છવાયો છે. જેની જબાનની એક કિંમત હતી અને તેમની ઇમાનની હમેંશા કદર રહી છે . ત્યારે, કચ્છે એક સારા વ્યક્તિત્વ સાથે એક ઉમદ્દા હિતેચ્છુને ગુમાવ્યા છે.