કચ્છ: ઈસ્માઇલ મીરની ચિર વિદાયથી દુઃખની લાગણી ફેલાઈ હતી. અવાજની અલગ જ તાસીર ધરાવતા આ કલાકારે ગુજરાતના તમામ ટોચના કલાકારો સાથે કલા પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતી કચ્છી લોકગીતોના કલાકારોનો એક જમાનો હતો તેમાંના તે પરંપરાગત ગાયક હતા.
જાણીતા કચ્છી કલાકાર ઈસ્માઇલ મીરનું નિધન, ચાહકોમાં શોક - ઈસ્માઈલ મીરનું નિધન
કચ્છી કાફીના જાણીતા ગાયક તેમજ લોક કલાકાર ઈસ્માઈલ મીરનું નિધન થયું છે. આ સમાચારને પગલે સંગીત પ્રેમી અને તેમના ચાહકોનો શોકમાં ગરકાવ થયો છે.
કચ્છી કાફી ઓસાણી અને રાસુડા ઉપરાંત લગ્ન પ્રસંગે ગોઠની દાયકામાં ઈસ્માઈલ મીર અને તેમના પત્ની અમીના મીર બહુ જાણીતા હતા. તેમના પત્ની અમીનાબહેનનું થોડા સમય પહેલાં જ અવસાન થયું હતું. આ ગાયક દંપતીના 400 જેટલા ઓડિયો વીડિયો આલ્બમ બહાર પડ્યા હતા. હાજીપીરના મેળા વખતે તેમની નવી લોન્ચ થતી કેસેટ ધુમ મચાવી હતી. રણોત્સવના પ્રથમ વિજ્ઞાપનમાં તેમના કંઠનો ઉપયોગ થતો હતો.
પ્રજાસત્તાક દિને ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્નિવલ ઉજવણીમાં ઈસ્માઇલ મીર કચ્છી સંગીતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. etv ભારતે કચ્છના આ કલાકારની કલાને લાઈવ પ્રસારણ દ્વારા લોકો સુધી પહોંચાડી હતી.