મળતી વિગતો મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના લૈયારી ગામે 7 વર્ષીય ઝુબેર શરીફ જત અને 8 વર્ષીય હકીમ જબ્બાર જત બન્ને ગામની પ્રાથમિક શાળા નજીક આવેલા તળાવના ખાડામાં ન્હાવા પડ્યા હતા. ખાડો ઊંડો હોવાથી આ બન્ને બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા.આ ઘટના સાથે કુલ પાંચ બાળકોના ડૂબી જવાથી અને બે યુવાનોના વીજળી પડવાથી મોત થયા હતા. આમ કચ્છમાં વરસાદી કારણોથી અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યું નિપજયા છે.
ધોધમાર વરસાદથી મોતનો કહેર, જામનગરમાં 2 અને કચ્છમાં 7ના મોત - વીજળી પડવાથી મોત
કચ્છ/જામનગર: રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વરસાદના કારણે રાજ્યમાં ક્યાંક ક્યાંક ખેડૂતોને રાહત મળી છે તો વળી સામે ક્યાંક મોતનો સામનો પણ કરવો પડ્યો છે. કચ્છ અને જામનગરમાં પણ આવી જ રીતે વરસાદના કારણે મોત નિપજ્યા હતા અને વીજળી પડવાથી 2 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે કચ્છમાં તળાવમાં ન્હાવા પડેલા બે માસુમ બાળકોના મોત થયા હતા, આમ કચ્છમાં કુલ 7 લોકોના મોત થયા છે.
ફાઇલ ફોટો
ભારે વરસાદના કારણે જામનગરમાં હાપામાં રહેતા 15 વર્ષીય ગૌતમ લક્ષ્મણભાઈ પરમાર પર વીજળી પડવાથી મોત નિપજ્યું હતું. જિલ્લાના લાલપુરના સિંગચ ગામે સુરેશ તુલશીભાઈ નામના 25 વર્ષીય યુવક પર વીજળી પડવાથી તેમનું પણ મોત નિપજ્યું હતું.આમ જામનગરમાં વરસાદી કારણોથી 2ના મોત નિપજ્યા છે.
Last Updated : Jul 24, 2019, 12:57 PM IST