ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં મુસાફર પક્ષીઓ જમાવડો, પક્ષીપ્રેમીઓમાં રોમાંચ...નિહાળો, કયા પક્ષીઓ બન્યા મહેમાન.... - Day of World Bird Migration Day

કચ્છ: વર્લ્ડ બર્ડ માઇગ્રેશન ડે (પક્ષીઓનો સ્થળાંતર દિવસ)ની ઉજવણી નિમિત્તે પક્ષીવિદો ભ્રમણએ નિકળ્યા હતા. પક્ષીપ્રેમીઓએ અનેક મુસાફર પક્ષીઓને નિહાલીને આનંદ અનુભવ્યો હતો. કચ્છ આ મુસાફર પક્ષીઓ માટે અતુલ્ય સ્થાન ધરાવે છે, ત્યારે આ વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓએ કચ્છના વિવિધ સ્થળો પર ડેરા તંબુ તાણ્યા છે.

World Bird Migration Day

By

Published : Oct 16, 2019, 11:21 PM IST

વર્લ્ડ બર્ડ માઇગ્રેશન દિવસની ઉજવણીનાં ભાગરૂપે પક્ષી નિરીક્ષકો અને ફોટોગ્રાફર્સની ટીમે કચ્છ જે કારાયલ જો કેકારવ સંસ્થા સાથે સવારથી સાંજ સુધી કચ્છના પક્ષીતીર્થ કહેવાતા છારી ઢંઢ અને ઘોરાડ અભિયારણ મુલાકાત લીધી હતી અને ઋતુ પ્રવાસી પક્ષીઓનો અભ્યાસ કર્યો હતો.

કચ્છમાં મુસાફર પક્ષીઓ જમાવડો, પક્ષીપ્રેમીઓમાં રોમાંચ જાણો કયા પક્ષીઓ બન્યા મહેમાન
વર્લ્ડ બર્ડ માઇગ્રેશન દિવસ

આ ટીમને છારી ઢંઢમાં રશિયાથી આવેલ શિકારી પક્ષી લોંગ બેગ બઝાડે (મોસમી ટ્રીસો) માર્સ હેરીયર્સ (પટી પટાઇ) અને `લગડ'ની 25થી વધુ સંખ્યામાં જોવા મળ્યા હતા. મોટેગ્યુ હેરીપર (પટી પટાઇ) અને પાલીડ હેરીપરે ઉપરાંત ચંડુલનાં લગભગ પાંચ હજારનાં ટોળાં નજરે ચઢ્યાં હતાં.

વર્લ્ડ બર્ડ માઇગ્રેશન દિવસ

જંગલી બિલાડી સહિત 5000 જેટલા 'પેણ' (પેલીકન) જોવા મળ્યા હતા. પેલીકન સાથે લગભગ 200થી વધારે 'કાસ્પીયન ટર્ન' પણ માછીમારી કરતી જોવા મળી હતી. ઘોરાડ અભયારણ્યમાં પહેલાં ખુબ દેખાતા પણ હાલમાં દુર્લભ પક્ષી કાળા તેતરને બે જોડીમાં પણ જોવા મળી હતી. 'રણ પીદો' 'કાબરો પીદો' ઉપરાંત હિમાલયથી શિયાળો ગાળવા આવતા 'મેંદિયા પીદાની સંખ્યા પણ સારા પ્રમાણમાં જોવા મળી હતી.

વર્લ્ડ બર્ડ માઇગ્રેશન દિવસ
વર્લ્ડ બર્ડ માઇગ્રેશન દિવસ

150થી વધારે શિકારી પક્ષી અને પરદેશી પ્રવાસી રશિયન મુલાકાતી 'મૌસમી ટીસો' લોંગ લેગ બઝાર્ડ 15 જેટલા અને 150 જેટલા 'હેરીપર' (પટાઇઓ) જોવા મળ્યા હતા. 'પાલીડ હેરીયર' 'મોન્ટેગ્યુ હેરીયર' 'માસહેરીયર' મુખ્ય રીતે ઉભરી આવ્યા હતા.

વર્લ્ડ બર્ડ માઇગ્રેશન ડે નિમિત્તે પક્ષી નિરીક્ષક નવીનભાઇ બાપટે જણાવ્યું હતું કે, 12 ઓકટોબર ઋતુ પક્ષીઓની સ્થળાંતર યાત્રા માટે ઉત્તમ અને યોગ્ય દિવસ છે. કર્કવૃત રેખા પર આવેલું કચ્છ પક્ષીઓની શિયાળો ગાળવા માટેની લાંબી યાત્રાનાં હવાઇ માર્ગ પરના સ્થાને હોવાથી ઉત્તરમાંથી દક્ષિણમાં અને પૂર્વમાંથી પશ્ચિમમાં યાત્રા કરનારા યાયાવર પક્ષીઓ લાંબા સૂર્યપ્રકાશ મેળવવા પ્રદેશો પૈકી કચ્છમાં અવશ્ય આવે છે. કચ્છમાં 400થી વધુ જાતના પક્ષી જોવા મળે છે અને તેમાંથી 40 ટકા એટલે કે 150 જાતના પક્ષી લાંબી મુસાફરી કરીને કચ્છ સુધી આવે છે. આ વર્ષે પણ આ રીતે પક્ષીઓ પહોંચી આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details