કચ્છઃ મહાશિવરાત્રી એટલે(Maha Shivaratri 2022) ભગવાન શિવની ઉપાસનાનો સૌથી મોટો દિવસ. તમામ શિવભક્તો આ દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે. દરેક શિવભક્તોનીઈચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન (Darshan of Jyotirlinga)કરે ત્યારે ભુજમાં શિવભક્તો માટે બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
2જી માર્ચ સુધી શિવભક્તો 12 જ્યોતિર્લિંગની ઝાંખી નિહાળી શકશે
ભુજના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય (Prajapita Brahmakumari Ishwariya Vishwa Vidyalaya)દ્વારા સ્થાનીય સેવા કેન્દ્ર પર સોમનાથ, ત્ર્યંબકેશ્વર, મલ્લિકાર્જુન, ઓમકારેશ્વર, ધૃષ્ણેશ્વર, કેદારનાથ, વૈદ્યનાથ, વિશ્વનાથ, નાગેશ્વર, રામેશ્વર, ભીમાશંકર અને મહાકાલેશ્વર એમ બારેય જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરી શકાશે. ભુજના બ્રહ્માકુમારી, તપસ્યા ભવન ખાતે તારીખ 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી શિવભક્તો આ ઝાંખી નિહાળી શકાશે.
એક જ સ્થાન પર શિવભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે
આ અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના બ્રહ્માકુમારી બીના બહેને જણાવ્યું હતું કે, અહી એક જ સ્થાન પર બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના દર્શન કરવા માટે શિવભક્તો દૂર દૂર સુધી જતાં હોય છે ત્યારે શિવભક્તો અહીં દર્શન કરવા માટે આવીને તે લહાવો લઈ શકે છે.