કચ્છ : બિપરજોય વાવાઝોડાનો સૌથી વધુ અસર કચ્છ પર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, ત્યારે કચ્છનું તંત્ર હાલ ખડેપગે છે. સાથે કચ્છની સંસ્થાઓ પણ બચાવ કાર્ય માટે આગળ આવી રહી છે અને પોતાનો ફાળો આપી રહી છે. માનવજ્યોત સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડાને કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. વાવાઝોડામાં લોકોને ઓછી મુશ્કેલીઓ પડે તે માટે સેવાભાવી સંસ્થા આગળ આવી છે.
Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને કચ્છની માનવ સંસ્થાઓ આવી આગળ, લોકો માટે નાસ્તાના પેકેટો કરાયા તૈયાર
સંભવિત વાવાઝોડાને લઈને કચ્છમાં ભુજની માનવજ્યોત સંસ્થા આગળ આવી છે. વાવાઝોડા દરમિયાન ખાવા પીવામાં રાહત રહે તે માટે 5000 જેટલા સૂકા નાસ્તાના ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. હાલ સંસ્થાના કાર્યાલય ખાતે કામગીરી શરૂ કરાઇ છે.
કંડલા બંદર પર 9 નંબરનું સિગ્નલ : કચ્છ તંત્ર દ્વારા કલમ 144 12 જૂનથી 16 જૂન સુધી લાગુ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં દ્વારકાથી 380 કિમી દૂર વાવાઝોડું છે. ત્યારે કચ્છના કંડલા બંદર પર 9 નંબરનો સિગ્નલ લગાવાયું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર દરિયાકાંઠે એલર્ટ જાહેર કરાયું છે. કંડલા બંદર પર અતિ ભયસૂચક સિગ્નલ નવ નંબરનું લગાવવામાં આવ્યું છે. મુન્દ્રા અને માંડવી બંદર પર પણ 9 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે સંભવિત વાવાઝોડાને લઈને કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવાઇ છે. જેમાં કચ્છમાં 2 SDRF અને 2 NDRFની ટીમ ફાળવાઇ છે. 1 SDRF અને 1 NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઈ, 1 NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરાઈ છે.
શાળા, કોલેજોમાં રજા :સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસરને ધ્યાને લઇ શાળા, કોલેજોમાં 3 દિવસની રજા જાહેર કરાય છે. સરકારી, ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં 13 મી જુનથી 15જૂન રજા જાહેર કરાઇ કરાય છે. ત્યારે જો વાવાઝોડું આવે તો દરિયાઈ વિસ્તારના લોકોને વાવાઝોડા દરમિયાન ખાવા પીવામાં રાહત રહે તે માટે ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા અંદાજે 5000 જેટલા સૂકા નાસ્તાના ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. હાલ સંસ્થાના કાર્યાલય ખાતે કામગીરી શરૂ કરાઇ છે તો આગામી સમયમાં તંત્ર દ્વારા સૂચના મળ્યા મુજબ જેતે સ્થળે આ ફૂડ પેકેટ મોકલવામાં આવશે.