વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં 11000 ફૂડ પેકેટ પહોંચાડશે ભુજ સ્વામિનારાયણ મંદિર કચ્છ : હાલમાં સમગ્ર કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં જ્યારે બિપરજોય ચક્રવાત વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે, ત્યારે દરીયા કાંઠે વસ્તા લોકોને સરકારી તંત્ર દ્વારા સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સાથે જ વિવિધ સેવાકીય સંસ્થાઓ ફૂડ પેકેટ સહિતની સેવાઓ કરી રહી છે, ત્યારે ભુજ સ્વામીનારાયણ મંદિર દ્વારા 11000 ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે.
કચેરી ખાતે સેવાકીય સંસ્થાઓ માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સંસ્થાઓ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ પહોંચી વળવા કલેકટર તરફથી સેવાકીય આદેશના અનુસંધાને ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી મુરજી શિયાણી તેમજ ટ્રસ્ટી શશીકાંત ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. અસરગ્રસ્તોને પુરતા પ્રમાણમાં ફૂડ પેકેટો મળી રહે તેવા સેવાકીય પ્રવૃતિઓનો પ્રારંભ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવન દાસજી, પાર્ષદ જાદવજી ભગત અને વડિલ સંતોની પ્રેરણાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. - દેવપ્રકાશદાસ સ્વામી (ભુજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી)
11000 ફૂડ પેકેટો બનાવવામાં આવ્યા :વાવાઝોડામાં દરિયાઈ વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ બનાવવાની સેવામાં સુખપર, કેરા, માનકુવા, સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની યુવતીઓ, નરનારાયણ દેવ યુવક-યુવતી મંડળના સભ્યો પ્રસાદ બનાવવામાં તેમજ પેકીંગમાં કરવામાં સેવાઓ આપી હતી. તો હાલમાં 11000 ફૂડ પેકેટો માંડવી, જખૌ, નલીયા વગેરે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોચાડવામાં આવશે.
બુંદી અને ગાઠીયાના પ્રસાદનું વિતરણ :આ ફૂડ પેકેટોમાં ભગવાનના પ્રશાદ રૂપી બુંદી અને ગાઠીયાના પ્રસાદનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર-ભુજ તરફથી કરવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ભુજ મંદિરના કોઠારી દેવ પ્રકાશદાસ, ભોજનાલય વિભાગના ભંડારી સ્વામી પુરૂષોત્તમસ્વરૂપદાસ તથા સ્વામી દિવ્ય સ્વરૂપ દાસ કાર્ય કરી રહ્યા છે.
- Cyclone Biparjoy: રાજુલા-જાફરાબાદ તાલુકાના ગામોના 2000 લોકોનું સ્થળાંતર
- Cyclone Biparjoy: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે બે દિવસ લોકો માટે બંધ રહેશે
- Cyclone Biparjoy: નલિયા નજીકનુ છછી ગામ ખાલી કરાવવા માટે તંત્રને કરવી પડી મથામણ, આખરે લોકો માન્યા