- મુન્દ્રા અદાણી પોર્ટ પર જહાજ રોકવામાં આવ્યું
- મુન્દ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા રોકવામાં આવ્યું જહાજ
- પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા
- પાકિસ્તાન દ્વારા કન્ટેનર ચીન મોકલાઇ રહ્યા હતા
કચ્છ: મુન્દ્રા કસ્ટમ અને DRIની ટીમ દ્વારા અદાણી પોર્ટ (ADANI PORT) ખાતે જોઇન્ટ ઓપરેશનમાં (Joint operation by the Customs and DRI team) પાકિસ્તાનથી ચીન જતું જહાજ રોકવામાં આવ્યું હતું અને જહાજને મુન્દ્રા પોર્ટ પર લાવ્યા બાદ જહાજ પર લઈ જવાતા કન્ટેનરમાં બિન જોખમી પદાર્થ તરીકે ઉલ્લેખ કરાયા છતાં ચકાસણી બાદ તેમાંથી કિરણોત્સર્ગી (રેડિયોએક્ટિવ) પદાર્થો મળી આવ્યા હતા.
આ પણ વાંચો: ત્રણેય કૃષિ કાયદા પરત લેતા દેશભરમાં ઉજવણી, ગાઝીપુર બોર્ડરમાં ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી
અદાણી ગ્રુપ દ્વારા મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરાયું
આ જહાજને કરાંચીથી શાંઘાઈ મોકલવામાં આવી રહ્યું હતું અને મધદરિયે કસ્ટમ તેમજ DRIની ટીમ દ્વારા આ જહાજને રોકીને મુન્દ્રા પોર્ટ (Mundra Port) પર લઈ આવી ઓફલોડ કરાયું હતું. અદાણી ગ્રૂપ દ્વારા આ બાબતે મીડિયા સ્ટેટમેન્ટ (Media statement released by Adani Group) પણ જાહેર કરવામાં આવ્યું હતું. જહાજમાં કેટલા શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરવામાં આવશે તેની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી.
અદાણી ગ્રુપ દ્વારા મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરાયું આ પણ વાંચો: ત્રણ દેશના કોર્ગો હેન્ડલ નહી કરે તો અદાણીના મુંદ્રા પોર્ટને કરોડોનું નુકસાન થશે
APSEZ દ્વારા કસ્ટમ અને DRI ને કાર્યવાહી માટે શક્ય તમામ સહાયતા કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રૂપ (Adani Group) દ્વારા થોડાક સમય અગાઉ જ ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે કન્ટેનરની આયાત- નિકાસ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. આ ઓપરેશન મધદરિયે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અદાણી પોર્ટ પર આ કન્ટેનર ઉતારવામાં આવ્યા હતાં અને APSEZ દ્વારા કસ્ટમ અને DRIને કાર્યવાહી માટે શક્ય તમામ સહાયતા કરવામાં આવી હતી.