- કચ્છ જિલ્લામાં નાની સિંચાઇ યોજનાના 180 અને મોટી સિંચાઇના યોજનાના 20 ડેમો
- ભુજ તાલુકાના સૌથી મોટા ડેમ રૂદ્રમાતા ડેમમાં વર્તમાનમાં 6.510 મિલિયન કયુબીક મીટર સંગ્રહ
- સૌથી મોટા ડેમ Rudramata Damમાં વર્તમાન સપાટીનું લેવલ 54.55 મીટર
કચ્છઃ જિલ્લામાં નાની સિંચાઇ અને મધ્યમ સિંચાઇ યોજના એમ બે પ્રકારની સિંચાઇ યોજના આવેલી છે. કચ્છ જિલ્લાના મોટા ડેમોમાં હાલ ચાલુ વર્ષે સારો એવો પાણી સંગ્રહ છે. ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમ રૂદ્રમાતા ડેમમાં (Rudramata Dam) વર્તમાન સપાટીનું લેવલ 54.55 મીટર છે.
કચ્છમાં સિંચાઇ યોજના અંતર્ગત નાની સિંચાઇ યોજનાના 180 ડેમ આવેલા છે, જ્યારે મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ભુજ તાલુકાનો સૌથી મોટો ડેમ રૂદ્રમાતા છે (Rudramata Dam) જે અનગેટેડ સ્કીમ છે.
રૂદ્રમાતા ડેમમાં વર્તમાનમાં 6.510 મિલિયન કયુબીક મીટર સંગ્રહ કચ્છના જુદાં જુદાં તાલુકામાં 20 મધ્યમ સિંચાઇના ડેમોકચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ આવેલા છે.વર્તમાનમાં Rudramata Dam માં સપાટીનું લેવલ 54.55 મીટર હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 958.62 મીટર છે જેમાંથી રૂદ્રમાતા ડેમમાં (Rudramata Dam) 54.55 મીટર છે. અને આલેખન કરેલ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે એટલે કે 11724 કયુબિક ફૂટ છે અને તેમાં રૂદ્રમાતા ડેમમાં 61.53 મિલિયન ક્યુબિક મીટર છે અને વર્તમાનમાં કચ્છમાં કુલ 81.870 મિલિયન ક્યુબિક મીટરનો સંગ્રહ છે જેમાંથી રૂદ્રમાતા ડેમનો 6.510 મિલિયન ક્યુબિક મીટર જેટલો જથ્થો છે.આ પણ વાંચોઃ
પાણી સહિતની બધી જ સુવિધા હોવા છતાં વર્ષમાં માત્ર એક જ પાક, જુઓ આ 6 કચ્છી ગામોના કિસાનોની વ્યથા ગત વર્ષે પણ Rudramata Dam માં 70થી 80 ટકા જેટલો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
મોટા ડેમમાં સારો એવો પાણીનો સંગ્રહ છે. ગત વર્ષે પણ સારા વરસાદના પગલે લગભગ ડેમો ઓવરફ્લો થયા હતાં. Rudramata Dam રુદ્રમાતા ભુજ તાલુકાનો સૌથી મોટો ડેમ છે અને ગત વર્ષે પણ તેમાં 70થી 80 ટકા જેટલો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
ડેમોના જળસ્તરના પાણીના જથ્થા પર નજર રાખવામાં આવી રહી છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ આ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સિંચાઇ વર્તુળ દ્વારા ચોવીસ કલાક કાર્યરત એક ફ્લડ સેલ ચાલુ રાખવામાં આવે છે અને અવલોકન કરવામાં આવે છે તથા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.
ચાલુ વર્ષે ડેમને ભરવા કરાયું આયોજન
કચ્છ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઇજનેરના અંગત સચિવએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે તથા આગામી આયોજનમાં પણ (Rudramata Dam) રૂદ્રમાતા ડેમને વરસાદ આધારિત તથા નર્મદાની 1 મિલિયન એકર ફીટ યોજના અંતર્ગત ભરવાનો સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે.
આ પણ વાંચોઃ Junagadh Rain: વાવણીમાં થયો વિલંબ, ખેડૂતો થયા ચિંતાતુર