કચ્છ: કોરોનાની મહામારી વચ્ચે કચ્છમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. સરહદી અને સૂકા મુલક કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 27000 અને 61 હેક્ટરમાં વાવેતર કરી દેવાઈ છે અને વર્ષના અંત સુધીમાં આ વાવેતર 7 લાખ 25 હજાર હેકટર સુધી પહોંચશે.
કચ્છમાં 27 હજાર હેક્ટરમાં વાવેતર વર્ષાનતે 7.25 લાખ હેકટર સુધી પહોચશે ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં હાલ 29 હજાર હેક્ટર પાકની વાવણી કરવામાં આવી છે. તેમાં 19 હજાર હેકટરમાં કપાસ, ઘાસચારો, મકાઈ જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે 2400 હેક્ટરમાં કઠોળ 4500 હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ખેડૂતો પાસે પિયત અને સિંચાઈના પાણીની વ્યવસ્થા છે. તે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. ચોમાસાના આગમન સાથે વરસાદ આધારિત વાવણીમાં હજુ સમય છે. આગામી ચોમાસું સારું રહેશે તેની સંભાવના એ કચ્છ જિલ્લામાં 7 લાખ 25 બજાર હેક્ટરમાં વાવેતર થવાની શક્યતા જોવાઇ રહી છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ આ જ રહી છે. કચ્છમાં 27 હજાર હેક્ટરમાં વાવેતર વર્ષાનતે 7.25 લાખ હેકટર સુધી પહોચશે બીજી તરફ ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે, પરંતુ હજુ ખેડૂતો ચોમાસું બેઠું ન હોવાનું જણાવી રહ્યાં છે. આકાશનો વરતારો અને અનુભવોના અનુમાન પરથી ખેડૂતો ચોમાસાની આલબેલને સમજતા હોય છે. ભુજના માનકુવા નજીક આવેલી વાડી પર ખેડૂત નારણભાઈ વરસાણીએ જણાવ્યું હતું કે, ચોમાસુ હજુ બેઠું નથી ચોમાસાની રાહ જોવાઇ રહી છે. વાવણીનો સમય છે પણ વર્તારા મુજબ વાવણી થશે. કચ્છમાં 27 હજાર હેક્ટરમાં વાવેતર વર્ષાનતે 7.25 લાખ હેકટર સુધી પહોચશે