કચ્છ : સરહદી જિલ્લા કચ્છના ખેડૂતોએ અનેકવિધ પાકોના સફળ ઉત્પાદનમાં પોતાનું કાઠું કાઢ્યું છે. પરંતુ વિસ્તારની દૃષ્ટિએ કચ્છ સૌથી મોટો જિલ્લો છે. પણ અહીં ખેતી લાયક જમીનનું પ્રમાણમાં ઓછી છે. ઉપરાંત મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે. ચાલુ ઉનાળામાં જિલ્લામાં ઘાસચારાની અછત સર્જાઈ હતી. તે વચ્ચે ખેડૂતોએ મોટી માત્રામાં ઘાસચારાનું (Cultivation Fodder in Kutch) વાવેતર કર્યું છે. કચ્છના ખેડૂતોએ 28,655 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કર્યું હતું. જ્યારે કે આ વર્ષે 28,772 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.
કચ્છમાં મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી થાય છે - કચ્છ જિલ્લાના ખેડૂતો ખાસ કરીને નર્મદાના વધારાના પાણીની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છે. તે વચ્ચે પણ ખેડૂતો પોતાનું જીવનનિર્વાહ કરવા માટે ખેતી કરી રહ્યા છે. ચોમાસા અને શિયાળાની તુલનાએ કચ્છમાં ઉનાળુ વાવેતર (Fodder for Livestock in Gujarat) કઠિન રહેતું હોય છે. કારણ કે, તેમાં પાણીની જરૂર વધારે હોય છે અને કચ્છ જેવા સૂકા પ્રદેશમાં આ સીઝન દરમિયાન પાણીની ભારે અછત વર્તાતી હોય છે. ઉપરથી રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન પણ કચ્છ જિલ્લાના ભુજ અને કંડલા જેવા શહેરોમાં રહેતું હોય છે.
આ પણ વાંચો :Apples Cultivates : DNHના ખેડૂતે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે 300 ઝાડ રોપી કરી સફરજનની સફળ ખેતી
28,772 હેક્ટર માંથી 15,022 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર -કચ્છના ખેડૂતો દ્વારા ઉનાળું પાક (Kutch Summer Crops) તરીકે બાજરી, શાકભાજી અને ઘાસચારા ઉપરાંત મગ, મગફળી, તલ, ગોવાર સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો ચાલુ વર્ષે 28,772 હેક્ટરમાં ખેડૂતોએ ઉનાળું પાકનું વાવેતર કર્યું છે. મકાઈ, જુવાર, રજકો, બાજરી સહિત કુલ 15,022 હેક્ટરમાં (Cultivation of Fodder in Kutch) ઘાસચારાનું વાવેતર થયું છે.
ઉનાળામાં પણ ખેડૂતો પાણીની સમસ્યાથી પરેશાન -ઉનાળામાં હવામાન વિભાગ દ્વારા પણ હીટ વેવની આગાહી કરવામાં આવે છે અને તે વચ્ચે જિલ્લાના જળાશયો સુકાઈ ગયા છે. સાથે પાણી પણ તળિયા ઝાટક થયા છે. ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છના ખેડૂતો અપૂરતી વીજળીના કારણે ખેડૂતો પરેશાન થયા છે. તો જિલ્લામાં આઠ કલાકના બદલે માત્ર છ કલાક સુધીની જ થ્રી ફેઝ વીજળી ખેડૂતોને મળી રહી છે. આવી સમસ્યાઓ વચ્ચે પણ ખેડૂતોએ નોંધપાત્ર ઉનાળુ વાવેતર કર્યું છે.
આ પણ વાંચો :Cultivating Watermelon in Mehsana : કડીના સાહસિક વ્યક્તિએ તરબૂચનું વાવેતર કરી એવોર્ડ મેળવ્યો
કુલ વાવેતરના 50 ટકાથી પણ વધારે - ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં 20 લાખથી વધુ પશુધન છે અને તેમના ખોરાક તરીકે મુખ્યત્વે (Fodder for Livestock in Gujarat) ઘાસચારો જરૂરી હોય છે. ત્યારે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ કચ્છમાં ઘાસચારાની તંગી (Lack of Fodder in Kutch) સર્જાઈ છે. અનેક ગામડાઓમાં ઘાસચારા અને પાણીના અભાવે પશુપાલકો હિજરત પણ કરી રહ્યા છે. તેવામાં આ વર્ષે પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે હેતુસર કચ્છના ખેડૂતોએ સારી માત્રામાં ઘાસનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ કુલ વાવેતરના 50 ટકાથી પણ વધારે વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે.કચ્છ : સરહદી જિલ્લા કચ્છના ખેડૂતોએ અનેકવિધ પાકોના સફળ ઉત્પાદનમાં પોતાનું કાઠું કાઢ્યું છે. પરંતુ વિસ્તારની દૃષ્ટિએ કચ્છ સૌથી મોટો જિલ્લો છે. પણ અહીં ખેતી લાયક જમીનનું પ્રમાણમાં ઓછી છે. ઉપરાંત મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે. ચાલુ ઉનાળામાં જિલ્લામાં ઘાસચારાની અછત સર્જાઈ હતી. તે વચ્ચે ખેડૂતોએ મોટી માત્રામાં ઘાસચારાનું (Cultivation Fodder in Kutch) વાવેતર કર્યું છે. કચ્છના ખેડૂતોએ 28,655 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કર્યું હતું. જ્યારે કે આ વર્ષે 28,772 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.