કચ્છ : ક્રિકેટ મેચને સૌથી વધારે રસપ્રદ બનાવવાનું કાર્ય કોમેન્ટ્રી કરતી હોય છે. જે લહેકાથી કોમેન્ટ્રી (Bhuj Cricket Tournament) કરવામાં આવતી હોય છે તેનાથી મેચમાં રોમાંચ પણ જામતો હોય છે. ત્યારે હાલ ભુજમાં સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા આયોજિત યુવા પ્રીમિયર લીગ સીઝન 2માં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, કચ્છી અને સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવી રહી છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં કોમેન્ટ્રી સાંભળી હશે, પરંતુ શું ક્યારેય સંસ્કૃત અને કચ્છની મીઠી કચ્છી ભાષામાં લાઈવ કોમેન્ટ્રી અંગે વિચાર્યું છે? જી હા, બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં તેમજ કચ્છીમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી. જેથી મેચમાં ભાગ લેનારા, ટુર્નામેન્ટના આયોજકો તેમજ પ્રેક્ષકો રોમાંચિત થયા હતા. (Cricket Tournament in Bhuj)
5 ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રીઆજના યુવાનો ક્રિકેટ તરફ ખૂબ વળી રહ્યા છે. કોઈ શરીરની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે તો કોઈ મનોરંજન માટે તો કોઈ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે ક્રિકેટ રમી રહ્યા છે.આજકાલ ક્રિકેટનો ક્રેઝ પણ ખૂબ વધી રહ્યું છે અને આ જ કારણોસર સ્થાનિક સ્તરે દરેક જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. હાલમાં ભુજમાં બ્રહ્મ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં લાઈવ કોમેન્ટ્રી પાંચ પાંચ ભાષાઓમાં કરવામાં આવી રહી છે. જે ભાગ લેનારા ખેલાડીઓ માટે ઉપરાંત પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. (Bhuj Brahm samaj Yuva pankh)
કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને લાગી નવાઈભુજમાં યોજાયેલી સમસ્ત બ્રહ્મસમાજની યુવા પાંખની મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને પણ થોડીવાર માટે નવાઈ લાગી હતી. પરંતુ થોડા જ સમયમાં લોકોને રમત કરતાં કોમેન્ટ્રીમાં વધુ મજા આવવા લાગી હતી. પ્રેક્ષકોના આટલા ઉત્સાહને જોઈને હવે આયોજકો ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ કે જે 19મી ફેબ્રુઆરી એટલે કે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના દિવસે સંપૂર્ણ રીતે સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવશે. તેવું સમસ્ત બ્રહ્મસમાજની યુવા પાંખના પ્રમુખ અનિક જોષીએ જણાવ્યું હતું. (Cricket Tournament Live Commentary in Bhuj)