ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંડો બાવળ આશીર્વાદરૂપ: ગાંડા બાવળમાંથી બિસ્કીટ, કોફી, સીરપનું નિર્માણ શક્ય, વૈજ્ઞાનિકો દ્વારા કરાયું રીસર્ચ - ગાંડા પર ઇઝરાયેલના વૈજ્ઞાનિક દ્વારા કરાયું રીસર્ચ

ગાંડા બાવળ(Mad acacia)નું નામ આવે એટલે દરેક લોકોના મનમાં બેડોળ લગતી એવી વનસ્પતિનું ખ્યાલ આવે અને કચ્છની ભૂમિ પર તો જ્યાં નજર કરો ત્યાં આ આડેધડ નીકળી પડેલા ગાંડા બાવળ જોવા મળે પરંતુ આ ગાંડા બાવળમાંથી બિસ્કીટ કે તેની કોફી પણ બની શકે(Biscuits or even coffee can be made from mad acacia) તેમ છે. વર્ષોથી કચ્છમાં પર્યાવરણ પર સંશોધન કરતાં અને ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી(Gujarat Institute of Desert Ecology) એટલે કે ગાઈડ સંસ્થાના ડાયરેકટર તરીકે કાર્યરત ડો. વિજયકુમારે તેમના ઇઝરાયેલના પ્રખ્યાત વૈજ્ઞાનીક(Famous Israeli scientist) સાથી ડો. યુરિયલ સાથે કરેલા રિસર્ચ પેપરમાં ગાંડા બાવળની સારી બાજુઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ગાંડો બાવળ આશીર્વાદરૂપ: ગાંડા બાવળમાંથી બિસ્કીટ, કોફી, સીરપનું નિર્માણ શક્ય, વૈજ્ઞાનિકો દ્વારા કરાયું રીસર્ચ
ગાંડો બાવળ આશીર્વાદરૂપ: ગાંડા બાવળમાંથી બિસ્કીટ, કોફી, સીરપનું નિર્માણ શક્ય, વૈજ્ઞાનિકો દ્વારા કરાયું રીસર્ચ

By

Published : Nov 16, 2021, 4:01 PM IST

  • ગાંડા બાવળમાંથી બિસ્કીટ, કોફી, કેટલ ફીડ, સીરપ બની શકે છે
  • ગાઈડના ડાયરેક્ટર અને ઇઝરાયેલના વૈજ્ઞાનિક દ્વારા કરાયું રીસર્ચ
  • ગાંડા બાવળની સારી બાજુએ પ્રકાશ પાડવામાં આવ્યો

કચ્છ: વૈજ્ઞાનિક નામ પ્રોસોપિસ જૂલીફલોરા(Scientific name Prosopis juliflora) તરીકે ઓળખાતા ગાંડા બાવળની સારી બાજુઓ(Good sides of mad acacia) બહાર લાવવા વૈજ્ઞાનિકોએ આ વનસ્પતિની હયાતી કચ્છ જિલ્લામાં તેમજ ખાસ કરીને બન્ની પ્રદેશ માટે આશાકારક ગણાવી છે. જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે તો આ આફત બનેલો ગાંડો બાવળ કચ્છ માટે આશીર્વાદ રૂપ બની શકે છે તેવું આ વૈજ્ઞાનિકોએ રીસર્ચ(Research by scientists) કરીને બતાવ્યું છે. ઉપરાંત ગાંડા બાવળ પરથી લાખો રોજગારી પેદા કરવાની ક્ષમતા(Ability to generate millions of jobs from mad acacia)ની સાથે કચ્છના બન્ની પ્રદેશની ecosystemમાં પણ ફેરફાર લાવી શકાય છે.

ગાંડો બાવળ આશીર્વાદરૂપ: ગાંડા બાવળમાંથી બિસ્કીટ, કોફી, સીરપનું નિર્માણ શક્ય, વૈજ્ઞાનિકો દ્વારા કરાયું રીસર્ચ

2009માં આ અંગે એક રિસર્ચ પેપર પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

વર્ષ 1993માં ઇઝરાયેલના ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો.યુરિયલ દ્વારા જ ગાઇડ (ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી) ની સ્થાપના તેમજ તેનું મુખ્યમથક કચ્છમાં રાખવા ભલામણ કરવામાં આવી હતી. ઉપરાંત તેઓ પણ અવારનવાર કચ્છ પણ આવતા હોય છે. ગાઇડના ડાયરેક્ટર ડો. વિજયકુમારે જણાવ્યું હતું કે, તેમની સંસ્થા લાંબા સમયથી ગાંડા બાવળના સંશોધનમાં કાર્યરત છે તથા 2009માં આ અંગે એક રિસર્ચ પેપર પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ગાંડો બાવળ વિશ્વની 100 ટોચની આક્રમક ફેલાતી વનસ્પતિઓમાંની એક

ડો. વિજયકુમારે જણાવ્યું હતું કે, ‘એલિયન’ પ્રકારની આ વનસ્પતિ માત્ર તેના દુષપ્રભાવને કારણે જ કુખ્યાત બની છે, " તેનામાં રહેલા ફાયદાઓ ક્મનસીબે બહુ સામે આવ્યા નથી. ગાંડો બાવળ ઝડપથી ફેલાતી વનસ્પતિ છે અને સ્વિત્ઝર્લેન્ડમાં મુખ્ય મથક ધરાવતી સંસ્થા ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન)એ ગાંડા બાવળને વિશ્વની 100 ટોચની આક્રમક ફેલાતી વનસ્પતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગાંડા બાવળમાંથી કોફી ,બિસ્કીટ, કોકટેલનું નિર્માણ શક્ય

ગ્લોબલ જર્નલ ઓફ સાયન્સ ફ્રન્ટીઅર રિસર્ચ કે જે અમેરિકાથી પ્રકાશિત થતું હોય છે જેમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ પેપરમાં આ બંને વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું છે કે, ગાંડા બાવળના ઉપયોગથી બ્રેડ, કેટલ ફીડ, બિસ્કિટ, સીરપ, કોફી, કોકટેલ જેવી ખાદ્ય વસ્તુઓનું નિર્માણ શક્ય છે. આ ઉપરાંત વીજ ઉત્પાદન માટેનો જરૂરી કોલસો પણ બનાવી શકાય છે.

ગાંડા બાવળની ડાળીઓ વૃક્ષનાં રૂપમાં ઉછેરવામાં આવે તો તેનું લાકડું ટીકવૂડ જેવું જ ઉપયોગી

રિસર્ચ પેપર અનુસાર ગાંડા બાવળની એક્માત્ર નકારાત્મક બાજુ એ છે કે, તે ખૂબ ઝડપથી પ્રસરે છે, પરંતુ જો તેના પર અંકુશ મૂકવામાં આવે તો માનવી તેના સારાં પાસાંના લાભ પણ લઈ શકે તેમ છે. તેમણે કહ્યું કે, ગાંડા બાવળની બીજી બધી ડાળીઓ કાપીને તેને વૃક્ષનાં રૂપમાં ઉછેરવામાં આવે તો તેનું લાકડું ટીકવૂડ જેવું જ ઉપયોગી છે અને ટીકવૂડની સરખામણીએ સસ્તાં ફર્નિચર પણ બનાવી શકાય છે. જોકે આ માટે 15થી 20 વર્ષની છે રાહ જોવી પડે છે અને તેને એક પ્રોસેસમાંથી પસાર કરવું પડે છે. બન્ની અને ભીરંડિયારામાં મોટા પ્રમાણમાં ગાંડા બાવળનાં વૃક્ષ જોવા મળે છે.

આપણા દેશમાં જાગૃતિના અભાવે આપણે તેના લાભથી વંચિત: ડો. વિજયકુમાર

ડૉ.વિજયકુમારે ETV Bharat સાથેની ખાસ વાતચીતમા જણાવ્યું હતું કે, આ બાવળની ફળી તેના બીજ હટાવ્યા બાદ પ્રોટીન અને ગ્લુકોઝથી સભર છે. તેનો પશુના ચારા માટે ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં, ગાંડા બાવળની ફળીના ઉપયોગથી બિસ્કિટ, કોફી જેવાં ખાદ્ય ખોરાક બની શકે છે, વૃદ્ધો અને બાળકો માટે શક્તિદાયક ટોનિક પણ બની શકે છે. યુરોપમાં આ દિશામાં કામ થયું છે અને તેનાં ટોનિક તથા કોફી, બિસ્કિટ પણ મળી રહ્યાં છે, પરંતુ કમનસીબે આપણા દેશમાં જાગૃતિના અભાવે આપણે તેના લાભથી વંચિત છીએ.

જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે તો લાખો રોજગારી ઊભી કરી શકાય: ડાયરેક્ટર ગાઇડ

વિજયકુમારે વધુંમા જણાવ્યું હતું કે, કચ્છના બન્ની જેવાં ધાસિયા મેદાનમાં પુષ્કળ પ્રમાણમાં ગાંડા બાવળ જોવા મળે છે, તેના અનેક ફાયદાઓ પણ છે, જેનો આપણે લાભ લઈને પ્રદેશની કાયાપલટ કરી શકીએ છીએ. ગાંડા બાવળના ઉપયોગ માટે એક અલાયદી વ્યવસ્થાપન નીતિ બનાવીને લાખો રોજગારી ઊભી કરી શકાય છે તથા આર્થિક economy પણ વધારી શકાય છે.

આ પણ વાંચો : પ્રથમ ઓડિટ ડે ફંક્શનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશની સામે પાછલી સરકારોની સત્યતા પૂરી ઈમાનદારી સાથે રાખી

આ પણ વાંચો :'રામ સેતુ' ફિલ્મના શુટિંગ માટે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝ દમણ પહોચ્યાં

ABOUT THE AUTHOR

...view details