ગુજરાત

gujarat

ETV Bharat / state

Covid19 Containment Zone in Kutch : રાપર અને ભચાઉના 4 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા - કચ્છમાં કોવિડ19 કન્ટેન્મેન્ટ ઝોન

કચ્છના રાપર તાલુકાના 4 અને ભચાઉ તાલુકાના 4 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર (Covid19 Containment Zone in Kutch) કરાયા છે. કુલ 42 ઘરના પરિવાર 24 જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેશે.

Covid19 Containment Zone in Kutch : રાપર અને ભચાઉના 4 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
Covid19 Containment Zone in Kutch : રાપર અને ભચાઉના 4 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

By

Published : Jan 12, 2022, 8:37 PM IST

કચ્છઃ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર રાપર તાલુકાના 4 ગ્રામીણ અને ભચાઉ તાલુકાના 4 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન (Covid19 Containment Zone in Kutch)જાહેર કરાયા છે. કુલ 42 ઘરના વિસ્તારને 24મી જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં (Covid19 Update In Kutch 2022) આવ્યા છે.

કયા કયા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવ્યાં

કચ્છ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર રાપર તાલુકાના સુવઈ ગામે સુવઈ મેઈન શેરી વિસ્તારમાં પ્રથમ ઘરથી ત્રીજા ઘર સુધી 22મી જાન્યુઆરી સુધી રાપર તાલુકાના બાલાસર ગામે દરબારવાસમાં ઘર નં.1 થી ઘર નં. 10 સુધી, રાપર તાલુકાના ગાગોદર ગામે ખેધડાવાળા વાસમાં ઘર નં.1 થી ઘર નં. 9 સુધી, રાપર તાલુકાના ભીમાસર (ભુ) ગામે ઘર નં.1 થી ઘર નં. 3 સુધી, 24મી જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર (Covid19 Containment Zone in Kutch) કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Corona In Ahmedabad: કોરોનાને હરાવવા અમદાવાદ તૈયાર, 4 હજાર બેડ રિઝર્વ - ધન્વંતરી રથ ફરી ચાલું કરાયાં

42 ઘરના વિસ્તારોને 24મી જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન

ભચાઉ તાલુકાના શિકરા ખાતે આવેલ ગુડલક કંપની કોલોનીમાં ઘર નં.1 થી 5 ઘર સુધી, ભચાઉ તાલુકાના મનફરા ગામે શાંતિ નિકેતન સોસાયટીમાં ઘર નં.એ -81 થી એ-85 ઘર સુધી, તારીખ 23 જાન્યુઆરી સુધી, ભચાઉ નગરપાલિકાના રામવાડી વિસ્તારમાં મીરાભુવન પાસે ઘર નં.1 થી ઘર નં. 5 સુધી, ભચાઉ નગરપાલિકાના નવા બસ સ્ટેન્ડ સામે સુજુકી શોરૂમની પાસે ઘર નં.1 થી ઘર નં. 5 સુધી, તારીખ 24મી જાન્યુઆરી સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન (Covid19 Containment Zone in Kutch) જાહેર કરવામાં આવ્યા છે.

જાહેરનામાનો ભંગ કરનાર પર ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ (Covid19 Update In Kutch 2022) મુકવામાં આવેલો છે. આ વિસ્તારના રહેવાસીઓને (Covid19 Containment Zone in Kutch) રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પી.એ.જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Emergency meeting on Corona issue : સરકાર અને સંગઠનની કોરોના મુદ્દો છવાયો, કોરોના નિયમો થઈ શકે છે વધુ કડક

ABOUT THE AUTHOR

...view details