ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વોરીયર્સઃ કચ્છના સરહદી ગામોમાં પોસ્ટઓફિસની અનોખી સેવા - Kutch. postoffice NEWS

જિલ્લાના નાગરિકોને લોકડાઉન દરમિયાન ATMની મુલાકાત ન લેવી પડે અને તેમને ઘરે જ તેમના બેન્ક ખાતામાંથી નાણાં મળી જાય તે પ્રકારની સુવિધા પોસ્ટ ઓફિસ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જિલ્લાના પોસ્ટમેનો દ્વારા લોકોને તો ઘરે બેઠા તેમના નાણાં પહોંચાડવામાં આવે જ છે, પરંતુ લોકડાઉનમાં પણ ગંગાસ્વરૂપ બહેનો તેમજ વૃધ્ધોને મળતી સહાયની રકમ કર્મનિષ્ઠ પોસ્ટમેનો તેમના ઘરે પહોંચાડવાના સેવાકાર્ય થકી મદદરૂપ થઇ રહ્યા છે.

પોસ્ટઓફિસ
પોસ્ટઓફિસ

By

Published : Apr 17, 2020, 4:25 PM IST

કચ્છઃ જિલ્લાના નાગરિકોને લોકડાઉન દરમિયાન ATMની મુલાકાત ન લેવી પડે અને તેમને ઘરે જ તેમના બેન્ક ખાતામાંથી નાણાં મળી જાય તે પ્રકારની સુવિધા પોસ્ટ ઓફિસ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જિલ્લાના પોસ્ટમેનો દ્વારા લોકોને તો ઘરે બેઠા તેમના નાણાં પહોંચાડવામાં આવે જ છે, પરંતુ લોકડાઉનમાં પણ ગંગાસ્વરૂપ બહેનો તેમજ વૃધ્ધોને મળતી સહાયની રકમ કર્મનિષ્ઠ પોસ્ટમેનો તેમના ઘરે પહોંચાડવાના સેવાકાર્ય થકી મદદરૂપ થઇ રહ્યા છે.

કચ્છના સરહદી ગામોમાં સુધી પોસ્ટઓફિસની અનોખી સેવા

આજ સુધી પોસ્ટ ઓફિસની આ અનોખી સુવિધાનો 5341 જેટલા લોકોએ લાભ મેળવ્યો છે, અને આશરે 1.50 કરોડની જેટલી રકમ ઘરે બેઠા જ પહોંચાડવામાં આવી છે. આ રકમ કોઈપણ બેંકના ખાતામાં હોય પોસ્ટ ઓફિસ દ્વારા પ્રત્યેક નાગરિકોને જરૂરિયાત મુજબ નાણાં ઘર સુધી પહોંચાડાયા છે. પોસ્ટઓફિસમાં 02832-221172 પર ફોન કરી કોઈ ચાર્જ વગર પૈસા મેળવી શકાશે.

કચ્છપોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ એસ.યુ. મનસુરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છ પોસ્ટ ડીવીઝન દ્વારા લોકડાઉન દરમિયાન કચ્છ જીલ્લાની કુલ 8990 ગંગાસ્વરૂપ મહિલાઓને સહાય પેટે પોસ્ટ ખાતામાં જમા થયેલી રકમ તેમના ઘર સુધી પહોચીને ગ્રામીણ ડાક સેવક અને પોસ્ટમેન દ્વારા ચુકવણી કરવામાં આવવાની છે. જે અન્વયે ગંગાસ્વરૂપ બહેનો તેમજ વૃધ્ધોને મળતી સહાયની રકમ પણ પોસ્ટમેન દ્વારા ઘરે પહોંચાડવામાં આવી રહી છે. વહીવટીતંત્રના આ મહત્વપૂર્ણ નિર્ણય થકી જિલ્લાના ગંગાસ્વરૂપ બહેનોને સહાયની રકમ ઘરે જ પહોંચાડવામાં આવી છે. આજ દિન સુધી લગભગ 5341 ગંગાસ્વરૂપ લાભાર્થી બહેનોને અંદાજે રૂપિયા 1.50 કરોડની કરોડની રકમ ચુકવવામાં આવી છે.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે દુર દુરના ગામડાઓમાં બેંક કે ATMની સુવિધા નથી તે ગામડાઓમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકમાં માધ્યમથી “આધાર એનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ” થી જે લોકોને પોતાના બેંક ખાતામાંથી રકમ ઉપાડવાની જરૂર હતી તેમને તેમના બેંક ખાતામાંથી રૂ. 10000/- ની મર્યાદામાં માઈક્રો મોબાઈલ ATM દ્વારા પૂરી પાડવામાં આવી આ સેવા પણ ડોર-સ્ટેપ પૂરી પાડવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details