ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ નગરપાલિકાના વોર્ડ નં 11માં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો - નગરપાલિકા પ્રમુખ ખોટી ગણાવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ભાટિયા સમાજ વાડી ખાતે રસીકરણ કેમ્પ યોજાયો હતો. પ્રમુખ દ્વારા હાથ જોડીને ભુજ શહેરની જનતાને કોરોના વૅક્સિનેશન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.

ભુજ નગરપાલિકાના વોર્ડ નં 11માં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
ભુજ નગરપાલિકાના વોર્ડ નં 11માં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

By

Published : Mar 28, 2021, 9:05 AM IST

  • ભાજપ દ્વારા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયો
  • કેમ્પમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે હાજરી આપી હતી
  • પ્રમુખે અપીલ કરતા કરતા કહ્યું કે, તમામ લોકોએ રસી ફરજીયાત લેવી જોઈએ

ભુજ: નગરપાલિકાના વોર્ડ નં 11ના નગરસેવકો તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ભાટિયા સમાજ વાડી ખાતે રસીકરણ કેમ્પ યોજાયો હતો. ભુજના વોર્ડ નં. 11ના રહેવાસીઓ માટે કોરોના વૅક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર તથા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:જામનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોની લીધી મુલાકાત

માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરવો

ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા હાથ જોડીને ભુજ શહેરની જનતાને કોરોના વૅક્સિનેશન લેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કોરોનાના કેસ ઘટાડવા માટે માત્ર એક જ રસ્તો છે. કોરોના વૅક્સિનેશન લીધા પછી બીમાર થઈ જવાઈ છે, તે વાતને નગરપાલિકા પ્રમુખ ખોટી ગણાવી હતી. પ્રમુખે તમામ લોકોને અપીલ કરી હતી કે, તમામ લોકોએ રસી ફરજીયાત લેવી જોઈએ તથા માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરવો જોઈએ.

આ પણ વાંચો:જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને કોરોના રસી અપાઈ

ABOUT THE AUTHOR

...view details