કચ્છ: જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યુ ંકે, હાલ 42 બેડ છે. વધુ 8 બેડ રેડી થઈ રહ્યા છે. આમ કચ્છમાં 50 બેડ સાથે કોરોના સારવાર સિવિલ હોસ્પિટલમાં થઈ શકે છે. હાલ એક પોઝિટિવ કેસ છે. દરમિયાન આરોગ્ય તંત્રને જો જરૂર પડશે તો હોસ્પિટલને માત્ર કોરોનાની સારવાર માટે જ અલગ કરી દેવાશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જરૂર પડયે આ હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલ બનાવાય તો 750 બેડ અને 25 વેન્ટિલેટર ઉપલબ્ધ થઈ જશે.
આરોગ્ય તંત્રએ ખાનગી તબીબો સાથે બેઠક કરીને જરૂર પડયે મદદની અપીલ કરી હતી. જેમાં ભુજના ખાનગી તબીબોએ કોરોનાના દર્દીઓની સારવાર કરવા ચોખ્ખી ના પાડી દઈ જી.કે. જનરલને કોરોના સ્પેશિયલ હોસ્પિટલ તરીકે જાહેર કરી ત્યાં આવતા અન્ય દર્દીઓની પોતાને ત્યાં મફતમાં સારવાર કરવા તત્પરતા દર્શાવી હતી.
કોરોના અપડેટ: જો જરૂર પડશે તો કચ્છની સિવિલ હોસ્પિટલ કોરોના સારવાર માટે સ્વંતત્ર કરી દેવાશે
કોરનાના કહેર વચ્ચે ભૂજમાં અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં 42 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર છે. પણ જો કચ્છમાં સ્થિતી વણસે અને જરૂર પડશે તો કચ્છની આ જિલ્લા સિવિલ હોસ્લિટલને 750 બેડ સાથે કોરોના સારવાર હોસ્પિટલમાં તબદીલ કરી દેવાનું નક્કી કરાયું છે.
કોરોના અપડેટ: જો જરૂર પડશે તો કચ્છની સિવિલ હોસ્પિટલ કોરોના સારવાર માટે સ્વંતત્ર કરી દેવાશે
જી.કે.હોસ્પિટલના તબીબોના સહયોગમાં ભુજના ખાનગી તબીબો આ દર્દીઓને મફત સારવાર સુવિધા ઉપલબ્ધ કરશે. જોકે અંતિમ નિર્ણય હવે જરૂર પડયે લેવાશે.