કચ્છ: આજે કચ્છ જિલ્લામાં કોરોના (Corona Update Kutch)ના 346 પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસો (Corona Active Cases In Kutch)ની સંખ્યા વધીને 1,104એ પહોંચી છે. આજે 96 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Cases In Kutch)નો આજે એક પણ કેસ નોંધાયો નહતો. જો કે અત્યાર સુધી ઓમિક્રોનના જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે. તો અત્યાર સુધી કોરોનાના 14,898 પોઝિટિવ કેસો નોંધાયા છે.
આજે 238 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા
જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ (Corona Death In Kutch) ખોયો છે. કચ્છમાં આજ સુધી સાજા થઈ ૨જા આપેલા કેસો 13,760 છે, તથા આજ સુધી ઓમિક્રોનના 07 કેસો નોંધાયા છે. આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 346 કેસો પૈકી 238 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 108 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 94 કેસો (Corona Cases In Gandhidham) નોંધાયા છે.
ભચાઉ તાલુકામાં નવા 21 કેસો આવ્યા
ભુજ તાલુકામાં 92, મુન્દ્રા તાલુકામાં 52, અંજાર તાલુકામાં 32, માંડવી અને નખત્રાણા તાલુકામાં 23-23 કેસ, ભચાઉ તાલુકામાં 21, રાપર તાલુકામાં 6 કેસ તથા અબડાસા તાલુકામાં 3 કેસ નોંધાયા છે. આજે કચ્છ જિલ્લામાં કુલ 96 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 53 દર્દીઓ ગાંધીધામ તાલુકાના છે, 22 દર્દી ભુજ તાલુકાના છે,14 દર્દી અંજાર તાલુકાના છે, તો 2-2 દર્દી મુન્દ્રા અને રાપર તાલુકાના, તો 1-1 દર્દી ભચાઉ, માંડવી અને લખપત તાલુકાના છે.
આ પણ વાંચો:Corona side effects : કોરોનાકાળમાં કચ્છ જિલ્લામાં માનસિક રોગના દર્દીઓમાં વધારો
16,63,532એ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે
જિલ્લામાં આજના કોરોના કેસ - 346, જિલ્લાના કોરોનાના એક્ટિવ-1104, જિલ્લાના કુલ કેસ - 14,898, ઓમિક્રોનના આજના કેસ-00, ઓમિક્રોનના એક્ટિવ કેસ-00, આજ સુધી ઓમિક્રોનના નોંધાયેલા કેસ-07, આજનો મૃત્યુઆંક-00, જિલ્લામાં કુલ મૃત્યુ-282, કેટલા લોકો આજે સ્વસ્થ થયા-96, કુલ કેટલા લોકો સ્વસ્થ થયા-13,760, કુલ વેક્સિન (Vaccination In Kutch)- પહેલો ડોઝ- 16,63,532, બીજો ડોઝ- 14,52,975 , પ્રિકોશન ડોઝ - 28,159
આ પણ વાંચો:Corona In Kutch: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 194 કેસ નોંધાયા, 140 દર્દીઓ થયા સાજા