ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના update: કચ્છના સાંસદે તૈયાર કરાવી રાશન કીટ, તંત્રને સહકાર આપવા અનુરોધ - latest news of covid 19

કોરોના વાઈરસના વધતાં પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેથી ગરીબ વર્ગને બે ટંક ભોજન મેળવવું કપરું સાબિત થઈ રહ્યું છે. ત્યારે કચ્છના લોકોની મદદ કરવા માટે સાંસદ સહિતના સ્થાનિક નેતાઓ આગળ આવી રહ્યાં છે.

a
kutch

By

Published : Mar 27, 2020, 8:00 PM IST

કચ્છઃ કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં જ્યારે એકબીજાનો સાથ પકડીને લોકો મારી સામે લડી રહ્યા છે, ત્યારે કચ્છના સાંસદે પણ કચ્છમાં જરૂરિયાતમંદોને મદદ કરવા માટે 5000થી વધુ કીટ તૈયાર કરાવી છે. 21 દિવસના લોકડાઉન દરમિયાન કચ્છભરમાં જરૂરિયાત મંદોને સતત રાશન કીટની ફાળવણી કરવામાં આવશે.

કોરોના update: કચ્છના સાંસદે તૈયાર કરાવી રાશન કીટ, તંત્રને સહકાર આપવા અનુરોધ

ETV BHARAT સાથેની વાતચીતમાં કચ્છના સાંસદે અનુરોધ કર્યો હતો. લોકડાઉનની સ્થિતિમાં તંત્ર અને સરકારને સહકાર આપીને ઘરમાં રહેવા જણાવ્યું હતું.

રિલાયન્સ ગ્રુપ દ્વારા પોતાના કામદારોને બે પગાર આપવાની જાહેરાતને વણી લેતા સાંસદે જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકારે જે રાહત પેકેજ આપ્યું છે. તેમાં ખેડૂતો ગરીબો અને આરોગ્ય કર્મચારીઓ સહિતની વિવિધ આયોજન કરવામાં આવ્યા છે, ત્યારે ખાસ કરીને કચ્છમાં વિવિધ સંસ્થાઓ જે કાર્ય કરી રહી છે. તે તંત્રના સહકાર સાથે આગળ વધે એકબીજાની મદદ અને સહકાર વડે જ આ મહમાંરી સામે લડી શકાશે.".

કચ્છના સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયા તંત્રને ફાળવ્યા છે, જ્યારે પોતાના પગારમાંથી એક લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાં અને પગારમાંથી રૂપિયા 4 લાખ આપ્યા છે. આમ, કોરોના કહેરમાં નેતાઓ લોકોની મદદ કરીને પોતાની ખરી ફરજ નિભાવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details