કચ્છઃ વૈશ્વિક મહામારી કોરોનાને બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજુ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે આ મહામારીના કારણે લોકો આર્થિક રીતે તો ભાંગ્યા જ છે પરંતુ સાથે સાથે માનસિક રીતે પણ પડી (Corona side effects)ભાંગ્યા છે. ત્યારે ભુજની મેન્ટલ હોસ્પિટલમાં કોરોનાના કારણે લોકોનીમાનસિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ હોઈ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
મનોરોગીઓની સંખ્યા વધી ગઈ
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લોકોના ધંધા,રોજગારને અસર તો પડી જ છે સાથે સાથે લોકોની પારિવારીક તેમજ માનસિક સ્થિતિ કથળી છે. લોકો સતત કોરોનાના ભય સાથે જીવી રહ્યાં છે. જેના પગલે કચ્છમાં મનોરોગીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. આ અંગેની વિગતો મુજબ કોરોનાના કારણે પ્રથમ લહેરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેના લીધે લોકોને ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી. લોકડાઉન સહિતના નિયમો તો હળવા થયાં પરંતુ સંક્રમણ યથાવત રહેતા લોકોના માનસ પટ પર કોરોનાએ ગંભીર અસરો પહોંચાડી છે. જનજીવન રાબેતા મુજબ થવાના લીધે લોકો પોતાની દૈનિક પ્રવૃતિઓમાં પરોવાઈ ગયા છે પરંતુ હજુય કોરોનાનો ભય (Corona side effects)સતાવી રહ્યો હોઈ માનસિક રીતે પણ અનેક લોકોની સ્થિતિ કથળી છે.
હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઉછાળો
કોરોનાની પહેલી લહેર કરતા કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોના અવસાન થયા છે તેેમાં કેટલાક પરિવારે ઘરમાં પૈસા કમાનારી વ્યક્તિને પણ ખોયા છે. તો કેટલાક પરિવાર પણ વિંખાઈ ગયા છે. કેટલાક પરિવારના ધંધા રોજગાર પર પણ મોટી અસર થઈ છે. આ મહામારીના કારણે માનસિક દર્દીઓની સંખ્યામાં મોટા પાયે વધારો નોધાયો છે. હાલ ત્રીજી લહેરમાં વધતા જતા કેસોએ લોકોમાં ચિંતા વધારી છે ત્યારે ભુજ ખાતેની મેન્ટલ હોસ્પિટલમાં (Bhuj Mental Hospital) સારવાર (Corona side effects)લેનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઉછાળો આવી રહ્યો છે.