- આગામી 48 કલાકો વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે ગંભીર
- તમિલનાડુના કુન્નુરમાં બનેલી દુર્ઘટનામાં એકમાત્ર વરુણ સિંહ જીવિત બચ્યા
- 2020માં શૌર્યચક્રથી સન્માન કરાયું હતું
કચ્છ: બુધવારે તમિલનાડુના કુન્નુરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS Helicopter Crash In Coonoor) જનરલ બિપિન રાવત(cds general bipin rawat) અને અન્ય 13 લોકો સાથેનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા. દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત 13 લોકોના તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશથી મૃત્યુ (coonoor helicopter crash death) થતા દેશભરમાં આઘાતની લાગણી છે. આ સમગ્ર ઘટનામાં એકમાત્ર બચેલા અને હાલ સારવાર હેઠળ રહેલા વરુણ સિંહે ધોરણ 9-10માં કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે અભ્યાસ (captain varun singh studied in gandhidham) કર્યો હતો. અહીં સ્થિત તેમના મિત્રો તેમના આરોગ્યમાં જલદી સુધારો આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે દાઝ્યા છે વરૂણ સિંહ
દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફજનરલ બિપિન રાવત અને અન્ય 13 લોકો સાથેનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ (helicopter crash in coonoor) થયાની દુર્ઘટનામાં એકમાત્ર જેમનો બચાવ થયો છે તે વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે દાઝી જતા હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પિતા કે.પી. સિંહ 50 એલટી એર ડિફેન્સ યુનીટમાં કર્નલ હતા, જેમનું 1995માં ગાંધીધામ ટ્રાન્સફર થયું હતું. તે દરમિયાન તેમના પુત્ર વરુણ સિંહ સહિત પરિવાર ગાંધીધામના તે સમયે મીઠીરોહર વિસ્તારમાં રહેલા BSF કેમ્પ (gandhidham mithi rohar bsf camp)ના ક્વાટરમાં રહેતા હતા.
ધોરણ 9-10નો અભ્યાસ ગાંધીધામ ખાતે કર્યો હતો