ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માગ - news updates of politics in bhuj

ભુજ: કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોંગી નેતા હાર્દિક પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભાજપના રાજમાં લોકોને થતી પરેશાનીઓને ઉજાગર કરીને સરકાર સામે ચાબખાં માર્યા હતાં.

કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માગ

By

Published : Nov 15, 2019, 9:00 PM IST

આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમીતીના ચેરમેન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે, સરકારે વિમા કંપની સાથે સાંઠગાંઠ કરતા ખેડૂતો પરેશાન બન્યા છે. કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે. સરકાર રોજબરોજ નવા ગતકડાઓ કરી લોકોનું સમસ્યા તરફથી ધ્યાન વિકેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે.

કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માગ

જયારે પ્રદેશ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજય તેમજ કેન્દ્ર સરકારની કામગીરી નિરાશાજનક છે. ગુજરાત રાજયમાં લાંબા સમયથી વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા હોવા છતાં ભાજપ સરકાર તેનું નિરાકરણ લાવી શકતી નથી. આગામી સમયમાં લોકો પોતાના ફળિયા અને સોસાયટીમાં ભાજપના નેતાઓ સામે કલમ 144 લગાવી દેશે તે નકકી છે.

કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ કચ્છની પ્રજા વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલી છે. તેને વાચા આપવા કોંગ્રેસે જન વેદના સંમેલનનું આયોજન કર્યુ હોવાનું જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details