ભુજના કલેક્ટર રોડ પર કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ પાણી અને અછતના મુદ્દે નારાજગી વ્યક્ત કરી સરકાર ખાલી પોકળ દાવાઓ કરી રહી હોવાનું જણાવ્યું હતું. ભાજપ વિરોધી સૂત્રો પોકારવાની સાથે જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
કચ્છમાં પાણી નહીં, તો રૂપાણી સરકાર નહીંઃ કોંગ્રેસ - Gujarati news
કચ્છઃ જિલ્લામાં અછતની પરિસ્થિતિમાં પાણી અને ઘાસચારાની સ્થિતિ નાજુક હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ભુજમાં કોંગ્રેસ દ્વારા તંત્રના પોકળ દાવાઓની વિરુદ્ધમાં ધરણાં યોજાયા હતા. જેમાં 'પાણી નહીં તો રૂપાણી સરકાર નહીં' જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવાયો હતો.

કોંગ્રેસના ધરણાં
કચ્છમાં કોંગ્રેસના ધરણાં
નોંધનીય છે કે,ગઈકાલે પાણી પુરવઠાના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ કચ્છની મુલાકાત લઈ અછતની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.