કચ્છ: રાજયસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો વરસાદ શરૂ થઇ ગયો છે. અત્યાર સુધીમાં 5 જેટલા ધારાસભ્યો રાજીનામું આપી ચૂકયા છે. કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રાજીનામુ આપ્યા બાદ સોમવારે પત્રકાર પરિષદ માટે ભુજના સર્કિટહાઉસ ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ તેમની સામે બંગડી મુકી વિરોધ કર્યો હતો. આ ઉપરાંત મહિલાઓએ આરોપ લગાવ્યો કે ધારાસભ્યએ પ્રજા સાથે દ્રોહ કર્યો છે.
અબડાસાના માજી ધારાસભ્યને કોંગ્રેસ મહિલા કાર્યકરોએ બંગડી આપી નારાજગી દર્શાવી - કચ્છ ધારાસભ્યાના ભાજપ અંગેના ખુલાસા
કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રાજીનામું આપ્યા બાદ સોમવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, ત્યારે ધારાસભ્ય સમક્ષ કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ બંગડી આપી વિરોધ કર્યો હતો.
અબડાસાના માજી ધારાસભ્યને, કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ એ બંડગીઓ આપી દર્શાવી નારાજગી
પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિરોધ થયો હોવા છતાં તેમણે કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓને હસતાં મોઢે કહ્યું હતું કે, કાંઈ કામ-કાજ હોય તો મને યાદ કરજો.
Last Updated : Mar 16, 2020, 6:11 PM IST