ગુજરાત

gujarat

ETV Bharat / state

અબડાસાના ધારાસભ્યનો કોંગ્રેસથી મોહભંગ? ભાજપના વખાણ કરવા જાહેરાત છપાવી - રાજકીય સમાચાર

ગાંધીનગર: અબડાસાના કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા દુધ અન દહીં બંનેમાં પગ રાખી રહ્યા છે. વિરોધ પક્ષમાં હોવા છતાં તેમણે અખબારમાં ભાજપની વાહ...વાહી કરતી જાહેરાત છપાવી છે. આ અગાઉ તેઓ રુપાણી સરકારના ત્રણ વર્ષની ઉજવણીમાં પણ ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસમાં રહીને ભાજપના વખાણ કરતા ધારાસભ્યથી કોંગ્રેસ પણ વિમાસણમાં મુકાઈ છે.

અબડાસાના ધારાસભ્યનો કોંગ્રેસથી મોહભંગ? ભાજપના વખાણ કરવા જાહેરાત છપાવી

By

Published : Sep 26, 2019, 5:32 AM IST

Updated : Sep 27, 2019, 7:48 AM IST

કચ્છની અબડાસા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય ભાજપના વખાણ કરતાં થાકતા નથી. કોંગ્રેસ પ્રત્યેનો તેમનો મોહભંગ થયો છે કે, ભાજપની પ્રશંસા કરવી તેમની મજબૂરી છે તે અંગે રાજકીય વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે. ધારાસભ્ય રાજ્ય સરકારની ત્રણ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પણ પહોંચ્યા હતાં. પરંતુ હવે તેમણે સરકારની વાહ...વાહી કરવા અખબારમાં જાહેરાત પણ છપાવી છે.

અબડાસાના ધારાસભ્યનો કોંગ્રેસથી મોહભંગ? ભાજપના વખાણ કરવા જાહેરાત છપાવી

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું વલણ કોંગ્રેસ માટે માથાનો દુખાવો અથવા તો ચિંતાનો વિષય બન્યો છે. જાડેજાનું કુણુ વલણ કોંગ્રેસ માટે ચોકવનારુ સાબિત થયુ રહ્યુ છે. કારણ કે, 23 વર્ષના શાસનકાળમાં કોઈ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપની આ રીતે પ્રશંસા કરી નથી. જાડેજાએ રૂપાણી સરકારની વાહ....વાહી કરતી અને આભાર માનતી જાહેરાત સમાચારપત્રોમાં પ્રસિદ્વ કરાવી છે. 2 દિવસ પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા આયુષમાન ભારતના કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. ત્યારપછી આ જાહેરાત છાપાઓમાં પ્રસિદ્વ થઈ છે. આ અંગે ઈટીવી ભારતને તેમણે જણાવ્યું હતું કે, 'રાજ્ય સરકાર દ્વારા મારા વિસ્તારમાં વર્ષોથી અટવાયેલા કામો થઈ રહ્યા છે. જે કામ માટે મેં રજૂઆત કરી છે તેને હાથમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર્સની અછત અંગેની મારી રજૂઆતને ધ્યાને લેવાય છે. કામ થયા હોય તો આભાર માનવો જોઈએ એ વ્યવહારની દ્રષ્ટિએ તેમણે રાજ્યસરકારનો આભાર માન્યો છે'

આ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારના કાર્યક્રમમાં આપી હાજરી

રાજ્ય સરકાર 3 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સરકારે તમામ કોંગ્રેસી ધારાસભ્યને આમંત્રણ આપ્યુ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સિવાય કોઈ હાજર રહ્યું નહોતું. તેઓ માને છે કે તેમણે કોઈ ખોટુ કામ કર્યુ નથી. જો કોંગ્રેસ પક્ષ તેમની પાસે કોઈ જવાબ માગશે તો તેઓ તેમની રીતે જવાબ આપશે.

Last Updated : Sep 27, 2019, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details