ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ આગેવાન અર્જુન મોઢવાડિયાએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને અર્પી શ્રદ્ધાંજલિ - અર્જુન મોઢવાડિયા

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના નિધનના સમાચારને પગલે હાલ કચ્છની મુલાકાતે આવેલા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયાએ દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કોંગ્રેસ આગેવાન અર્જુન મોઢવાડિયાએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસ આગેવાન અર્જુન મોઢવાડિયાએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ

By

Published : Oct 29, 2020, 3:07 PM IST

  • પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન
  • વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયાએ દુઃખ વ્યક્ત કર્યુ


કચ્છ: કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે વર્ષો સુધી ગુજરાતની સેવા કરી છે. એક સામાન્ય ખેડૂત પુત્ર તરીકે ઉભરી આવીને તેઓ રાજ્યના મુખ્યપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા અને પોતાની કોઠાસુઝથી સમગ્ર રાજ્યની સેવામાં જોડાયા હતા.

કોંગ્રેસ આગેવાન અર્જુન મોઢવાડિયાએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ

અર્જુનભાઈ મોઢવાડિયાએ વ્યક્તિગત રીતે દુઃખની લાગણી વ્યક્ત કરીને કેશુભાઈ પટેલના પરિવારજનોને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમ જણાવીને દિવંગત કેશુભાઈ પટેલના આત્માને પ્રભુ મોક્ષ આપે તેવી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details