કચ્છ : શિક્ષણ બાબતે લોકડાઉનના કારણે સ્કૂલો બંધ છે ત્યારે તમામ વિધાર્થીઓની ફી સંપૂર્ણ માફ કરવમાં આવે અને નખત્રાણા, નલિયા અને લખપત તાલુકા વચ્ચે એક ઓકસિજનની સુવિધા સાથેની એમ્બ્યુલન્સ અપાવમાં આવે જેથી ઇમરજન્સીમાં કોરોના દર્દીને સારવાર મળી શકે. રોજગારી બાબતે લોકડાઉનમાં જે લોકોને રોજગારી ગઈ છે તેમની લિસ્ટ તૈયાર કરી તેમને પાછી રોજગારી મળે તેવી સરકાર રોજગારીની તકો ઉભી કરે તેવા અને મુદ્દાઓનો ઉલ્લેખ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે.
નખત્રાણા તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું - નખત્રાણા
નખત્રાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશ આહીરની આગેવાની હેઠળ નખત્રાણા મામલતદારને વિવિધ બાબતો પર સરકાર જલ્દી કાર્યવાહી કરે તે હેતુથી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
![નખત્રાણા તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું આવેદન પત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8930032-117-8930032-1601010871194.jpg)
આવેદન પત્ર
અતિવૃષ્ટિ બાબતે હાલ નખત્રાણામાં જરૂર કરતા વધુ વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે, તેથી જલ્દી સર્વે કરી એમને વળતર અપાવમાં આવે, વગેરે મુદ્દે કોંગી કાર્યકરોએ રજૂઆત કરી હતી.
આવેદનપત્ર અપાવા માટે નખત્રાણા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ આહીરની સાથે માવજીભાઈ મહેશ્વરી, રામદેવસિંહ જાડેજા,સાવન ઠક્કર, સલીમભાઈ ચાકી અને પરબતભાઇ કુવંત સહિતના લોકો હાજર રહ્યા હતા.