- 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન હાથ ધરાશે
- તમામ પક્ષોએ પોતાની દાવેદારી નોંધાવી
- કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મહાજન સંપર્ક રેલીનું આયોજન કરાયું હતું
કચ્છઃસ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષોએ પોતાની દાવેદારી નોંધાવી હતી અને હવે જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. ઉમેદવારો પોતાના ચૂંટણી પ્રચાર અંગે જોર લગાવી રહ્યાં છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન અરજણભાઈ ભૂડિયાની વિકાસશીલ પેનલના કચ્છ જિલ્લા પંચાયત અને ભુજ તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા મહાજન સંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.