ગુજરાત

gujarat

ETV Bharat / state

વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનો માલધારીઓએ આક્ષેપો કરી કર્યો વિરોધ,અધિકારીએ આપ્યો ખુલાસો - વન વિભાગે ખોદેલા ખાડા

ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં મોટાલુણા ગામે પોલીસ રક્ષણ સાથે પહોંચેલી વન વિભાગની ટીમને (Forest Department Bhuj) લધારીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઘાસ ચારાના વાડા માટે કામગીરી શરૂ કરતાં સ્થળ પર પહોંચેલા માલધારીઓએ (Animal Care Takers) વાડા બનાવવા સામે બાંયો ચડાવી છે.

વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનો માલધારીઓએ આક્ષેપો કરી કર્યો વિરોધ,અધિકારીએ આપ્યો ખુલાસો
વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનો માલધારીઓએ આક્ષેપો કરી કર્યો વિરોધ,અધિકારીએ આપ્યો ખુલાસો

By

Published : Jun 1, 2022, 6:42 PM IST

ભૂજ: ભૂજ તાલુકામાંથી વનવિભાગ (Forest Department Bhuj) અને સ્થાનિકો વચ્ચે વાડા બનાવવાની બાબતે વિરોધનો (Protest Of Forest Department) મામલો સામે આવ્યો છે. માલધારીઓના પશુઓ આ વાડામાં પડી જાય છે તો કેટલાક કિસ્સામાં તે જીવ ગુમાવે છે. આ ઉપરાંત પશુપાલકોનો એવો પણ દાવો છે કે, વન વિભાગ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સ્થાનિકોની પૂછપરછ વગર આ વાડા બળજબરીથી બનાવી (Gap without Permission) નાંખે છે. જેસીબી સહિતની મશિનરી સામે બેસી જઇને પશુપાલકોએ વિરોધ કરતા 5 માલધારીઓની પોલીસે અટકાયત કરી હતી. એક તરફ બન્નીના માલધારીઓ દ્વારા વન અધિકાર કાયદા હેઠળ પશુઓને ચરિયાણ માટેના સામુદાયિક અધિકારો, ગામને મહેસુલી અધિકારો જેવી વિવિધ માંગો પડતર છે.

વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનો માલધારીઓએ આક્ષેપો કરી કર્યો વિરોધ,અધિકારીએ આપ્યો ખુલાસો

આ પણ વાંચો:ટ્રેક્ટર પર વટ મારતી મંડપમાં પહોંચી દુલ્હન, આનંદ મહિન્દ્રા પણ વીડિયો જોઈ ચાહક બની ગયા

મંજૂરી વગર વાડાનું કામ: બન્નીમાં ઘાસચારા ઉત્પાદનના નામે વન વિભાગ તરફથી અનેક ગામોમાં બન્નીની ભેંસો અને ગાયો જ્યાં ચરે છે એવા વિસ્તારમાં વાડા બનાવી દેવાય છે. આ માટે જેસીબીની મદદથી વનવિભાગ પોલીસ સુરક્ષા સાથે આવા વાડા તૈયાર કરી રહ્યું છે. જેનો માલધારીઓ વિરોધ કરી રહ્યા છે. માલધારીઓએ દાવો કર્યો હતો કે, આ કામ માટે ગ્રામવાસીઓે કોઈ મંજૂરી લેવાઈ નથી. પૂછવામાં પણ આવ્યું નથી.

માલધારીઓની ચિંતા વધી: ગત વર્ષે વન વિભાગ તરફથી આ યોજના હેઠળ 8 થી 10 જેટલા વાડાઓ તૈયાર કરાયા હતા. વાડાઓના ખાડામાં 15 થી 20 જેટલા દુધાળા પશુઓ ફસાઈ ગયા હતા. તે પૈકી ઘણા પશુઓ મોતને ભેટ્યા હતા. ઉપરાંત નીલગાય, હરણ તેમજ જંગલી જીવો પણ આ ખાડામાં ફસાઈ જાય છે. પોતાની લાખોની કિંમતના અબોલા જીવો વનવિભાગની કામગીરીથી જીવ ગુમાવી રહ્યા છે. આ મામલે તંત્રને અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ કોઈ નીવેડો આવ્યો નથી.

આ પણ વાંચો:ઘરવાલી અને બહારવાલીની વચ્ચે ફસાયા આ કૉંગ્રેસી નેતા, પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા અને પછી....

આટલું મોટું પશુધન: આ મુદ્દે માલધારીઓ ચિંતિત બન્યા છે. બન્ની વિસ્તારમાં હાલમાં 40,000 જેટલા માલધારીઓ વસે છે અને 1.50 લાખ જેટલું પશુધન છે. ખાડા ન ખોદવા માટે બન્ની માલધારી સંગઠન, વિવિધ ગ્રામ પંચાયતો, વન વ્યવસ્થાપન સમિતિઓ દ્વારા અગાઉ અનેકવાર કલેક્ટર, મુખ્ય સચિવ, વન વિભાગ વગેરેને આવેદન અપાયા છે. 44 જેટલા ગામમાં આ ખાડાઓનો વિરોધ થઈ રહ્યો છે.

અધિકારીની સ્પષ્ટતા:નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલે જણાવ્યું હતું કે,મુખ્યપ્રધાન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી ચાલી રહી છે. હાલમાં બન્ની વિસ્તારમાંથી ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. મે મહિના સુધીમાં અંદાજિત 11,000 હેક્ટરમાંથી દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીની શરૂઆતમાં સ્થાનિક બન્ની વિસ્તારના માલધારીઓએ વિરોધ કર્યો હતો. પરંતુ હાલમાં છેલ્લાં થોડાક સમયથી કોઈ પ્રકારનો વિરોધ છે નહીં. માલધારીઓ જે આક્ષેપો કરી રહ્યા છે કે વનવિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમાં માલધારીઓના પશુઓ તે ખાડામાં પડીને મૃત્યુ પામે છે તેવું કંઈ છે જ નહીં.વનવિભાગ દ્વારા એવી રીતે ખાડા કરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને કોઈ પશુઓ ખાડાની અંદર ફસાય નહીં. જો પશુઓ અંદર પડી જાય તો વનવિભાગ દ્વારા ઢાળ બનાવવામાં આવ્યા છે. જેથી કરીને પશુઓ આરામથી બહાર નીકળી શકે.

ABOUT THE AUTHOR

...view details