કચ્છ: ભુજમાં રેડીમેન્ટ અને સાંસ્કૃતિક ટ્રેડિશનલ કપડાઓ ભાડે આપવાનો વ્યવસાય કરતા વેપારીઓની હાલત કફોડી બની છે.માર્ચ મહિનામાં લોકડાઉન બાદ આ દુકાનોમાં કોઈ ગ્રાહક નથી એક પણ રૂપિયાની આવક વગરના આ વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને સ્કૂલ બંધ હોવાથી વિવિધ કાર્યક્રમોમાં આ ભાડે કપડાની માંગ બંધ થઈ છે.
ભુજમાં ભાડે કપડા આપતા વેપારીઓની હાલત બની કફોડી
સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં જોઈતી માંગ પણ અત્યારે નથી કોરોના મહામારી વચ્ચે વેપારીઓ આગામી નવરાત્રિમાં ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસની માંગ થશે તેવી આશા રાખી રહ્યા હતા. પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના નિયમોના પાલન સાથે નવરાત્રિની ઉજવણી શક્ય નથી. નવરાત્રિની ઉજવણી થવાની ન હોવાથી હવે આ વેપારીઓ આગામી છ માસ સુધી કોઇ જ વેપાર ન હોવાનું માની રહ્યા છે. આ સ્થિતિમાં વેપારીઓની હાલત વધુ ને વધુ કફોડી બની છે.
ભુજમાં ભાડે કપડા આપતા વેપારીઓની હાલત બની કફોડી ભુજમાં ભાડે કપડા આપવાનો વ્યવસાય કરતા રામ ઠક્કરે ETV ભારતને જણાવ્યું હતું કે લોકડાઉન બાદથી વેપાર બંધ છે નવરાત્રીની ઉજવણી થવાની નથી સ્કૂલ બંધ હવે આ ભાડે કપડાં કોણ લેવા આવે વેપારીઓ વર્ષથી આ વેપાર કરે છે. તેમને સ્ટાફ સહિતના ખર્ચાઓ છે હવે આ સ્થિતીમાં વેપારીઓને સરકાર રાહત માટે કોઈ પેકેજ આપે તેવી માંગ રહ્યા છે.
ભુજમાં ભાડે કપડા આપતા વેપારીઓની હાલત બની કફોડી વેપારી ચિંતન મહેતા જણાવ્યું હતું કે નવરાત્રીની ઉજવણી થાય તો પણ કોરોના મહામારી સમયમાં ભાડે કપડાં લઈને લોકો પહેરે કે કેમ તે પણ પ્રશ્ન છે સ્કૂલ બંધ છે આ સ્થિતિમાં હજુ આગામી છ માસ સુધી કોઈ જ વેપારીની શક્યતા જણાતી નથી લોકડાઉન બાદ હજુ છ માસ ગણો તો એક દોઢ વર્ષ સુધી વેપારી શરૂ થવાની શક્યતા નથી. આ સ્થિતિમાં વેપાર કઇ રીતે ચલાવી શકે તે એક મોટો પ્રશ્ન છે.