- 2020માં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડ ઝડપ્યું હતુ
- 12 મોટા માથાઓ સામે વિવિધ કલમો તળે ફરિયાદ
- 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત
માંડવી: પુનડી ગામની સિમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા ખનીજ ચોરીના કિસ્સામાં અંતે પોલિસે ફરીયાદી બનીને 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. 2020માં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને આ સમગ્ર કૌંભાડ ઝડપી પાડ્યુ હતુ. ફરિયાદ નોંધીને વધુ તપાસ માટે ખાણ-ખનીજ વિભાગને જાણ કરી હતી. અંતે 4 મહિના બાદ આ કિસ્સામાં ફરિયાદ નોંધાઇ છે.
12 વિરૂદ્ધ વિવિધ કલમો તળે ફરિયાદ
મોનીકા મિનરલ્સના ડાયરેક્ટર સહિત 12 વિરૂદ્ધ IPC( ઈન્ડિયન પીનલ કોડ) કલમ 379, 420, 415, 418, 471, 120B તથા માઇન્સ એન્ડ મીનરલ્સ રેગ્યુલેશન એક્ટ 1957ની કલમ 4(1)A 21 તથા ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ 2017ના ભંગ સહિતની ભારે કલમો તળે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સર્વે નબંર 420-23ની માઇન્સ પર આ સમગ્ર કૌંભાડ ઝડપાયુ હતુ.
આ પણ વાંચો:રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા
12 મોટા માથા જેની સામે થઇ ફરિયાદ
સમગ્ર પ્રકરણમાં મોનીકા મીનરલ્સ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર ચેતનભાઇ શાહ, પ્રકાશભાઇ ગોર, સુધીરકુમાર શાહ, હેમલભાઇ શાહ મુળ ઝારખંડ-બોમ્બે, ધર્મરાજ શાહ તથા પદ્યુમનસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, અર્જુન નાંદોસાહુ, શંકર ગોવિંદ યાદવ, સિંકદર મોતીદાસ, સલિમ સત્તારભાઇ કુંભાર ફરિયાદમાં સામેલ તમામ વ્યક્તિઓએ ખોટી રીતે અન્ય સ્થળ પર ખાણખનીજ વિભાગની જાણ વગર બોક્સાઇટનો જથ્થો ખનન કરી સરકારને નુકસાન પહોંચાડવાના ઇરાદે ઠગાઇ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી તમામ વ્યક્તિઓની જવાબદારી ફિક્સ કરીને તેની સામે પોલિસે ફરિયાદ નોંધી છે. જેમાં હાર્દિકસિંહ ગોહિલ ફરિયાદી બન્યા છે.
આ પણ વાંચો:અમદાવાદઃ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી
2.30 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
કચ્છના ઘણા લાંબા સમયથી ખનીજચોરીના આવા કારસ્તાનો ચાલે છે, પરંતુ મોટા માથાઓ સામે પોલિસ ફરિયાદ નોંધાઇ હોય તેવા અમુક કિસ્સા પૈકીનો આ કિસ્સો છે. કચ્છ જિલ્લા પોલિસવડાએ આ કેસને ગંભીરતાથી લઇને તેની તપાસ ચાલુ રાખી હતી. જોકે, મોટાભાગના નિષ્ણાંતો આ કિસ્સામાં આગળ મજબૂત કાર્યવાહી નહીં થાય તેવું માની રહ્યા હતા, પંરતુ અંતે ફરિયાદ નોંધાઈ હતી અને 500 ટન બોકસાઈટ સહિત 5 વાહનો કબજે કરીને 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.