નખત્રાણા મામલતદાર દ્વારા પશ્ચિમ કચ્છમાં સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા-1951 અંતર્ગત પવનચક્કીઓ દ્વારા પૂર્વ સંમતિ વિના વૃક્ષોના નિકંદન માટે 6,19,750નો દંડ ફટકારવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા, ૧૯૫૧ની કલમ-3 મુજબ સાંગનારાની સરકારી જમીનમાં ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લી, દિલ્હીને વિન્ડમીલના પ્રોજેકટ હેતુ માટે મંજૂર કરવામાં આવેલ જમીનમાં દેશી બાવળ, ખેર, બોરડી, કંધોર, ગુગળ વગેરે ઝાડીનું ગેરકાયદેસર વૃક્ષ છેદન કરવાનું શરૂ કર્યું હતું, જેને પગલે સાંગનારા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા 18 ઓગસ્ટે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
કચ્છ: પવનચક્કી માટે પર્યાવરણને નુકસાન, ખાનગી કંપનીઓને દંડ ફટકારાયો - પર્યાવરણને નુકસાન
કચ્છ: જિલ્લામાં પવનચક્કી લગાવવા માટે ખાનગી કંપનીઓ દ્વારા પર્યાવરણનો નાશ કરાઈ રહ્યાની અનેક ફરિયાદો બાદ હવે તંત્ર જાગ્યું છે. નખત્રાણા મામલદારે ત્રણ ગામની સીમમાં ખાનગી કંપનીઓએ કાપી નાંખેલા હજારો વૃક્ષો માટે દંડ ફટકાર્યો છે. પવનચકકી માટે કચ્છના પર્યાવરણને કલ્પી ન શકાય તેવા નુકસાન બાદ જાગ્યા ત્યારથી સવારની જેમ તંત્રએ કંપની સામે દંડનીય કાર્યવાહી સહિતની પગલા ભરવાનું આરંભી દીધું છે. જોકે હવે કામગીરી કેટલી સફળ રહેશે તે પણ એક સવાલ છે. કારણ કે, પવનચકીઓ માટે ફાળવાયેલી જમીનમાં રહેલા વૃક્ષો બેફામ કપાઈ રહ્યાં છે. જે કંપનીઓ સામે કાર્યવાહી થઈ છે, તેમણે ત્રણ ગામમાં મળને કુલ 926 જેટલા વૃક્ષોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો છે. કચ્છમાં કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે તે વેિચારી શકાય તેમ નથી.
કચ્છમાં પવનચક્કી માટે પર્યાવરણનો કચ્ચરઘાણ
મામલતદાર પ્રવિણસિંહ જૈતાવત દ્વારા તપાસ રીપોર્ટને ધ્યાને લઇ કુલ 432 વૃક્ષોના છેદન બદલ 3,04,950નો દંડ કરવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત નખત્રાણાના ભડલીની સરકારી જમીનમાં સિમેન્સ ગામેસા રીન્યુએબલ પાવર પ્રા. લી. ચેન્નઇને કાપવામાં આવેલ 621 વૃક્ષો સામે સરકારી જમીન પર કાપવામાં આવેલ 489 વૃક્ષો માટે ૩,૦૯,૮૦૦નો દંડ કરવાનો હુકમ કરાયો છે . આ ઉપરાંત ત્રીજા એક કેસમાં સુઝોલોન ગુજરાત વિન્ડ પાર્ક લી.,ભુજ-કચ્છને કાપવામાં આવેલા પાંચ વૃક્ષોના છેદન બદલ વૃક્ષદીઠ 5000ના દંડનો હુકમ કરાયો છે.