ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: આ સમાજના લોકો કરે છે વર્ષમાં એક જ દિવસે લગ્ન, આજે 944 નવયુગલના લગ્ન યોજાયા - Leading Ahir community

કચ્છ વિશાળ પ્રદેશ છે અને અહીં ભાતીગળ સંસ્કૃતિ ના અનેક રૂપ જોવા મળે છે ત્યારે પ્રાંથળીયા આહીર સમાજના લગ્નોમાં પોતાની આગવી અદા અલગ છાંટ જોવા મળે છે. અંધારી તેરસના કચ્છના આહીર સમાજનાં આગવી ઢબે લગ્નને એક સાથે મહોત્સવ તરીકે લગ્નગીતોથી લઇને ઉજવવામાં આવે છે.આજે એક જ દિવસે 944 નવયુગલના લગ્ન યોજાયા.Body:પ્રાંથળીયા આહીર સમાજના 944 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયાં

Etઆ સમાજના લોકો કરે છે વર્ષમાં એક જ દિવસે લગ્ન,v Bharat
આ સમાજના લોકો કરે છે વર્ષમાં એક જ દિવસે લગ્ન,

By

Published : May 17, 2023, 2:10 PM IST

આ સમાજના લોકો કરે છે વર્ષમાં એક જ દિવસે લગ્ન

કચ્છ:આજનો દિવસ એટલે કે વૈશાખ વદ તેરસ. જેને અંધારી તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ કચ્છ આહીર સમાજના ગામડાઓમાં શરણાઈના સૂર ગુંજી ઉઠ્યા હતા.આજના દિવસે કચ્છના આહીર સમાજ ના ગામડાઓ ભુજ,અંજાર,ભચાઉ,રાપર અને નખત્રાણા વિસ્તારના પ્રાંથળીયા આહીર સમાજના 944 નવયુગલો લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા.કચ્છ જિલ્લામાં વસવાટ કરતા આહીર સમાજના લોકો પોતાના સંતાનોના સામુહિક લગ્ન કરાવી ખોટા ખર્ચથી દૂર રહે છે. તેમજ અન્ય સમાજને પણ પ્રેરણા પુરી પાડે છે.

સમય અને ખર્ચનો બચાવ: આહીર સમાજના લગ્નોનાં પગલે ભુજ, અંજાર, ભચાઉ, રાપર તાલુકાના આહીર પંથકના ગામડાઓ લગ્નગીતોની ગાજી ઉઠયાં હતાં. પરંપરાગત વેશભૂષા અને ઘરેણાં સજ્જ જાનૈયાઓથી ગ્રામ્ય પંથક ધમધમતો હતો.આહિર પંથકના ગામો ઢોલ-શરણાઇના સૂર તેમજ વિવિધ લગ્નગીતોથી ગુંજી ઉઠયા હતા.પરંપરાગત વેશભૂષામાં પરંપરાને જાળવી રાખી અને આજના આધુનિક યુગમાં પણ જે ગામોમાં સમૂહ લગ્નની પદ્ધતિ અમલમાં છે. ત્યાં ગામમાં જેટલા લગ્ન હોય તે તમામ પરિવાર-મહેમાનો અને ગામલોકો માટે ભોજનની વ્યવસ્થા પણ સમૂહમાં રાખવામાં આવે છે. જેથી સમય અને ખર્ચનો બચાવ થાય છે.

"આજે પણ સમાજના વર્ષો જુના રીતરીવાજ અને સંસ્કૃતિને પ્રાંથળીયા સમાજના અગ્રણીઓએ જાળવી રાખી છે. કચ્છના આહીર સમાજના ગામોમાં આજે મહિલાઓ પરંપરાગત ભાતીગળ પહેરવેશ અને આભૂષણોમાં લગ્નમાં જોવા મળે છે. કચ્છના ભુજ,અંજાર,ભચાઉ,રાપર અને નખત્રાણા તાલુકામાં આવેલાં આહીર સમાજનાં ગામડાઓમાં 944 જેટલા દંપતી વણજોયા મુહૂર્ત આજે મુર્હત જ છે. તે રીતે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.આજના મોંઘવારીના સમયમાં આહીર સમાજ દ્વારા સમય, રૂપિયા અને અન્નનો બગાડ ન થાય તે માટે ગામેગામ સમૂહભોજનના આયોજનો પણ કરવામાં આવે છે."--સતીશ છાંગા (ગામના અગ્રણી)

અંધારી તેરસ લગ્નનો દિવસ: લખણભાઈ જાટીયા આહીર સમાજ અગ્રણી જણાવ્યા અનુસાર કૃષ્ણ ભગવાનના વંશજ એવા અમારા આહીર સમાજમાં વૈશાખ મહિનાની અંધારી તેરસ લગ્નનો દિવસ ગણાય છે. વર્ષો અગાઉ સહદેવ જોષીએ બતાવેલા વણજોયા મુર્હતે આજે પણ પ્રાંથળીયા આહીર સમાજમાં વર્ષ દરમિયાન એક જ દિવસે લગ્ન લેવાય છે. આજે સમાજના અનેક નવયુગલના લગ્ન થયા છે. આજના દિવસે અમારા સમાજના સમૂહ લગ્ન હોય છે. સમૂહ ભોજન રાખવામાં આવે છે. જેનાથી નાના માણસોને ઓછી તકલીફ પડે છે. આજના દિવસે આહીર સમાજની મહિલાઓ આહીર સમાજનું ટ્રેડિશનલ પહેરવેશ અને આભૂષણો ધારણ કરે છે. તેમજ લગ્ન ગીત ગાય છે.

  1. Kutch News: ચામડી દઝાડતી ગરમીમાં શરીરનું તાપમાન કંઈ રીતે જાળવી રાખવું, જાણો
  2. Kutch News : કડવા પાટીદાર સમાજના 851 લોકોએ સનાતની શંખનાદ કરીને સ્થાપ્યો રેકોર્ડ
  3. Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું

ABOUT THE AUTHOR

...view details