ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ નગરપાલીકાની General meetingમાં જુદી-જુદી સમિતિઓની રચના કરાઈ - General meeting of Bhuj Municipality

ભુજના ટાઉનહોલ ખાતે આજે સોમવારે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા (General meeting) મળી હતી. જેમાં નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન (Chairman)ની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે વિવિધ વિકાસના કામોને બહાલી અપાઈ હતી.

ભુજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી
ભુજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી

By

Published : Jun 21, 2021, 4:49 PM IST

Updated : Jun 21, 2021, 7:12 PM IST

  • સામાન્ય સભામાં જુદી જુદી 12 સમિતિઓની રચના કરાઈ
  • કુટુંબ કલ્યાણ અને મેલેરિયા વિભાગની સમિતિ રાજ્ય સરકારને સોંપવામાં આવી
  • કારોબારી ચેરમેન તરીકે જગત વ્યાસની નિમણુંક

કચ્છઃ ભુજ નગરપાલિકાની સામાન્ય સભા (General meeting) મળી હતી. જેમાં વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક કરાઈ હતી. આજે સોમવારે ભુજ નગરપાલિકા (Bhuj Municipality)ના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને ઉપપ્રમુખ રેશમાંબેન ઝવેરી તેમજ ચીફ ઓફિસર મનોજ સોલંકીની હાજરીમાં મળેલી સામાન્ય સભા (General meeting) માં કારોબારી ચેરમેન તરીકે જગત વ્યાસની નિમણુંક કરવામાં આવી હતી.

ભુજ નગરપાલીકાની General meetingમાં જુદી-જુદી સમિતિઓની રચના કરાઈ

કારોબારી સમિતિમાં ચેરમેન સહિત 9 સભ્યો

ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી સમિતિ તેમજ જુદી-જુદી 12 સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિમાં ચેરમેન સહિત 9 સભ્યો જ્યારે બાકીની તમામ સમિતિઓમાં ચેરમેન સહિત 5-5 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભુજ નગરપાલીકાની General meetingમાં જુદી-જુદી સમિતિઓની રચના કરાઈ

આ પણ વાંચોઃ કુકમા સ્થિત ભુજ નગરપાલિકાના સંપ ખાતે 28 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

આ સમિતિઓની કરાઈ રચના

આ ઉપરાંત સભામાં સેનિટેશન સમિતિ, વોટર સપ્લાય સમિતિ, ડ્રેનેજ સમિતિ, ટાઉન પ્લાનીંગ સમિતિ, રોડ લાઈટ સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, રૂલ્સ એન્ડ બાયોલોજીકલ સમિતિ, બાગ-બગીચા સમિતિ, પ્રોપર્ટી ટેક્ષ વસુલાત સમિતિ, ફાયર વોટર ટેન્કર સમિતિ, ટ્રાન્સપોર્ટ સમિતિ અને શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિની રચના કરવામાં આવી હતી.

ભુજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી

જુદી જુદી શાખાઓના ચેરમેનની નિમણુંક કરાઈ

સેનિટેશનશાખામાં કમલ ગઢવી, શોપ એન્ડ એસ્ટાબલિશ કમિટીમાં સાત્વિક ગઢવી, ગાર્ડન સમિતિમાં સાવિત્રીબેન જાટ, ડ્રેનેજ સમિતિમાં રાજેશ ગોર, રોડ લાઈટ સમિતિમાં હનીફ માંજોઠી, ટેક્સ સમિતિમાં ધીરેન લાલન, વોટર સપ્લાય સમિતિમાં ઘનશ્યામ સી.ઠક્કર, ટ્રાન્સપોર્ટ સમિતિમાં રીટાબેન ભાંડેલ, રુલ્સ એન્ડ બાયોલોજીકલ સમિતિમાં રસીલાબેન પંડયા, ફાયર વોટર ટેન્કર સમિતિમાં કિરણ ગોરી, ટાઉનપ્લાનિંગ સમિતિમાં મનુભા જાડેજા, સાંસ્કૃતિક સમિતિમાં હેમાબેન સીજુને ચેરમેન બનાવાયા હતા.

આ પણ વાંચોઃ ભુજ નગરપાલિકાએ અત્યાર સુધી 13.56 કરોડ રૂપિયાનો વેરો વસુલ કર્યો

જાણો શું કહ્યું ભુજ નગરપાલિકાના પ્રમુખે?

ભુજ નગરપાલિકા (Bhuj Municipality)ના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે, કુટુંબ કલ્યાણ અને મેલેરિયા વિભાગની સમિતિ રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં વોટર, ડ્રેનેજ, પેવરબ્લોક, સીસી રોડ, કચરાપેટી, ગારબેજ કલેક્સન તેમજ અન્ય ખર્ચાઓ અને આયોજનના કામો તેમજ ગતબોડીના વિકાસકામોને બહાલી આપવામાં આવી છે.

Last Updated : Jun 21, 2021, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details